આજથી આસો નવરાત્રીનો પ્રારંભ : ભરૂચના અતિ પૌરાણિક અંબાજી મંદિરમા વિષાયંત્રની પૂજા.

Published on BNI NEWS 2022-09-26 09:40:26

  • 26-09-2022
  • 1407 Views

  - ભરૂચનું અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે પ્રસ્થાપિત : સુખડની મૂર્તિ ખંડિત થતાં આરસની મૂર્તિનું સ્થાપન કરાયું હતું.                            
  ભરૂચ શહેરના દાંડીયા બજાર વિસ્તારમાં આવેલા અને લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમા અંબાજી માતાજીના મંદિરને શક્તિપીઠ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.અંબાજી,પાવાગઢ,ચોટીલા બાદ ભરૂચનું અંબાજી માતાજીનું મંદિર શક્તિપીઠ તરીકે ઓળખ ધરાવે છે.              
  ભરૂચ શહેરના દાંડીયા બજાર ખાતે અંબાજી માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે.વર્ષ  ૧૯૪૪ માં હાલના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.આ મંદિર નો ઈતિહાસ ખૂબ પુરાણો છે.ભરૂચના આ શ્રી અંબાજી માતાજીનું મંદિર પ્રાચીન છે.પ્રાચીન સમયમાં અંબાજીની મૂર્તિ સૌ પ્રથમ સુખડની હતી જેનો ઉલ્લેખ રેવાપુરાણમાં જોવા છે.આ ઉપરાંત આ મંદિરમાં શ્રી ગણેશજી, શંકર પાર્વતીજી,હનુમાનજી,બે શિવલીંગ,શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીની મૂર્તિઓ છે.ઉપરાંત વિશેષમા મોટા અંબાજી મંદિરની જેમ જ અહી માતાનું વિશાયંત્ર જે પ્રાચીન કાળમા પ્રસ્થાપિત હોય જેનો ઉલ્લેખ ઐતિહાસિક પુસ્તક ભરૂચના ઈતિહાસમાં જેનો ઉલ્લેખ અગિયારમાં પ્રકણ માંથી મળેલ છે.આ વિષા યંત્ર હમેશાં પાવન જળની ધારા  મા જ જોવા મળે છે      
  વર્ષ ૧૯૪૪ માં હાલના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.આ મંદિરને શકિતપીઠ મંદિર સંવત ૨૦૦૧ ઈ.સ ૨૦૧૫ માં જાહેર કરવામાં આવેલ છે. મંદિરના મહંત શ્રી મનોહરગીરી મહારાજ જણાવે છે કે સૌ પ્રથમ ચંદન અને સુખડ માંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમયના ચક્રની સાથે ચંદન અને સુખડ માંથી બનેલી માતાજીની મૂર્તિ ખંડિત થઈ જતાં આરસની પ્રતિમાનું સ્થાપન કર્યું હતું.અંબાજી માતાજીના મંદિર ખાતે,આસો,ચૈત્રી નવરાત્રી સહિતના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.                          
  હજારો શ્રદ્ધાળુઓ નવરાત્રિમા માતાજીના ચરણોમાં શિશ નમાવી તેમના આશિષ મેળવવાનો પ્રયાસ કરે છે.