ભરૂચના શુકલતીર્થની ગામે તપોવન ભૂમિ ઉપર નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ માટે સમગ્ર ગુજરાત માંથી લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું.

Published on BNI NEWS 2022-09-18 17:52:26

  • 18-09-2022
  • 1925 Views

  - શ્રદ્ધાથી કરો પિતૃઓનું શ્રાદ્ધ પિતૃ ઋણ ઉતરશે અને મળશે પિતૃ આશીર્વાદ : નદીના ઘાટ ઉપર શ્રાદ્ધ માટે લોકોનું માનવ મેળામણ ઉમટીયુ.
  ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના શુકલતીર્થ ગામે નર્મદા નદીની તપોવન ભૂમિ ઉપર શ્રાદ્ધ કરવાનું પણ અનેરૂ મહત્વ રહેલું છે.શ્રાદ્ધપર્વને ગરુડ પુરાણમાં પિતૃઋણ માંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણાયો છે ત્રણ પ્રકારના ઋણ ગણ્યા છે.તેમાં દેવઋણ, ઋષિઋણ અને પિતૃ ઋણ જેમાંથી પિતૃઋણ માંથી મુક્ત થવાનો આ પર્વ છે.જો આપણે પિતૃ ઋણ ન ચૂકવીએ તો માનવ જન્મ નિર્થક જાય છે.સમગ્ર વિશ્વ માંથી શુકલતીર્થ ખાતે શ્રાદ્ધ પક્ષની વિધિ કરવા માટે લોકો ઉંમટી રહ્યા છે.
  ભરૂચ તાલુકાના શુકલતીર્થની નર્મદા નદીની તપોવન ભૂમિ ઉપર શ્રાદ્ધ કરવાનું પણ એનું મહત્વ રહેલું છે જેના કારણે સમગ્ર વિશ્વમાંથી પિતૃઓનું શ્રાદ્ધ નાખવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. શ્રાધ કેવી રીતે અને ક્યારે કરવું પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષમાં પૂનમથી શરૂ કરી અમાસ સુધીની ૧૬ તિથિ માંથી આપણા સદગતની દેવલોક પામ્યા હોય તેનું શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે અને જેની તિથિ યાદના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિત્રુ અમાસે કરવામાં આવે છે.
  શાસ્ત્રો અનુસાર ભીષ્મપિતામહે તેમના પિતા શાંતનું રાજાનું શ્રાદ્ધ હરિદ્વારમાં કરેલું ભગવાન શ્રીરામે તેમના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ પુષ્કરમાં કરેલું હતું.તેમજ અનેક કથાઓમાં અનેક શ્રેષ્ઠ રાજાઓ ઋષિઓ,શ્રેષ્ઠ બ્રાહ્મણોએ માનવ જાતીને પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરી તેઓને તૃપ્ત કરી તેમના આશિર્વાદ મેળવવાની સુચનાઓ આપી હતી.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં શ્રાદ્ધનું મહત્વ અનેરૂ રહેલું છે અને એટલા માટે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે પણ શ્રાદ્ધ કરવાનો મહિમા રહેલો છે.