RSS ના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા.

Published on BNI NEWS 2022-09-16 14:57:13

    • 16-09-2022
    • 1913 Views

    - નરેન્દ્ર મોદીનુ શરૂઆતનુ જીવન ખુબ સંઘર્ષમય રહ્યું : પ્રચારકથી લઈને રાજનેતા સુધી તેમણે પોતાની જાતને જનસેવા માટે સમર્પિત કરી દીધી.
    - ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના વિકાસમાં સિહ ફાળો છે.
    - વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો ૭૨ મો જન્મદિવસ ઉજવશે : પ્રત્યેક દેશવાસીઓ આજે પણ ગૌરવભેર કહે છે : મોદી હૈ તો મુમકીન હૈ.
    - વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરે ૭૨ મો જન્મદિવસ છે.

    RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે.આજે વિરોધપક્ષને પણ એમની ઈર્ષ્યા આવે છે. એવા વિકાસપુરુષ તરીકે દેશ અને વિશ્વભરમાં ઉભરી આવેલા નરેન્દ્રમોદીના આજે દેશ અને વિશ્વભરમાં જેટલાં પ્રશંશકો છે એટલા બીજા કોઈના પ્રશંશકો નથી એ જ્યાં પણ જાય છે ત્યાં પ્રશંશકો એમને ઘેરી વળે છે.મીડિયા એમનું સૌથી વધુ કવરેજ આપે છે.એમના વસ્ત્રપરિધાનની દેશવિદેશમાં ચર્ચાથાય છે એવા વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદી ૧૮-૧૮ કલાક કામ કરે છે છતાં ક્યારેય થાકતા નથી. એવા કર્મઠ વડાપ્રધાન દેશને મળ્યા છે એનું સૌ ભારતવાસીઓને ગૌરવ છે.૭૨ વર્ષની વયે પણ યુવાનને શરમાવે એવી કામગીરી અન્ય યુવાનો માટે મોદી પ્રેરણાસ્ત્રોત બન્યા છે.પ્રત્યેક દેશવાસીઓ આજે પણ ગૌરવભેર કહે છે કે મોદી હૈ તો મુમકીન હૈ..
    ૧૭ મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સેવાદિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. દેશભરના સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ ના રોજ જન્મેલા વડાપ્રધાન મોદી આ વર્ષે પોતાનો ૭૨ મો જન્મદિવસ ઉજવશે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ (BJP) એ ભારે જોમ જુસ્સા અને ઉત્સાહ જોવા મળ્યો છે.ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા અને કાર્યકર્તાઓ પોતાના નેતાના જન્મદિવસને ખાસ બનાવવા માંગે છે.જે અંતર્ગત ભાજપ આખા દેશમાં બૂથ સ્તર પર ૧૭ સપ્ટેમ્બરથી ૨  ઓક્ટોબર વચ્ચે ‘સેવા પખવાડિયા’ હેઠળ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરશે. આખા દેશમાં આ જન્મદિવસને યાદગાર બનાવવાની યોજના બનાવવામાં આવી છે.
    વડાપ્રધાન મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જંયતી ૨ ઓક્ટોમ્બર સુધી ભાજપના કાર્યકર્તા ભારતના દરેક જિલ્લામાં જઈ સમાજ સેવાનું કામ કરશે. તેઓ સમાજ સેવા સાથે જોડાયેલા કાર્યક્રમોનું આયોજન કરશે. આ આયોજન હેઠળ તેઓ સામાન્ય જનતા સાથે સંવાદ કરીને તેમની ફરિયાદોનું નિરાકરણ કરી, તેમની મદદ કરશે.વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે થઈ રહેલા ‘સેવા પખવાડિયા’ દરમિયાન દેશના દરેક બૂથ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેની સાથે સાથે ભાજપ દેશના તમામ જિલ્લામાં નિશુલ્ક સ્વાસ્થ્ય શિક્ષણ શિબિર અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે. તમામ જિલ્લામાં દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને ઉપકરણોનું વિતરણ પણ કરવામાં આવશે.
    - સ્વચ્છતા અભિયાન : તેની સાથે સાથે ભાજપના કાર્યકર્તા અને નેતાઓ દેશના તમામ જિલ્લામાં કોવિડ રસીકરણ સેન્ટર પર જઈ સેવાનું કાર્ય કરશે.તમામ જિલ્લાઓમાં ૨  દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે. આવા અનેક ખાસ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને યાદગાર બનાવવામાં આવશે. વર્ષ ૨૦૨૫ સુધી ટીબી મુક્ત ભારતના લક્ષ્ય માટે ભાજપના કાર્યકર્તાઓ એક વર્ષ સુધી ટીબીના દર્દીને ભોજન, પોષણ અને આજીવિકાના સંબંધમાં પોતાનું યોગદાન આપશે.
    - ભાજપ જાગૃકતા અભિયાન ચલાવશે : જનતા સાથે સીધા સંપર્ક માટે ભાજપા દેશભરમાં ‘વોકલ ફોર લોકલ’ અને ‘જળ જ જીવન’ હેઠળ લોકોમાં જાગરુકતા અભિયાન ચલાવશે. તેની સાથે સાથે દેશના તમામ જીલ્લામાં ભારતની ‘વિવિધતામાં એકતા’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નો સંદેશ સમાજને આપવા માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.એ ઉપરાંત રક્તદાનના મહા મહોત્સવમાં ભારત સરકાર ખાસ જોડાઈ છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશેષ આદેશો બહાર પાડવામાં આવ્યા છે. તેનું આયોજન રક્તદાન અમૃત મહોત્સવ તરીકે કરવામાં આવી રહ્યું.
    કુલ ૨૦૦૦ હજાર જેટલા કેમ્પનું આયોજન  દેશમાં ૪૦૦ શહેરમાં કુલ ૨૦૦૦ હજાર જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આમાં આયોજન માટે  ભારત સરકારનો પણ સહયોગ મળ્યો છે.આ આયોજનમાં ૧ હજારથી વધુ શહેરોમાં કરવામાં આવશે. આ આયોજનમાં ૨૫ હજારથી વધુ ડોક્ટરો હાજર રહેશે. આ આયોજનમાં ૧  હજાર વધુ NGOS રહેશે.આ આયોજનમાં 1 લાખથી વધુ વોલિયન્ટર રહેશે.
    ટાર્ગેટ ૨ લાખ યુનિટ એકત્ર કરવાનો છે.અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ૨૦૧૪ માં ૨૮૬ સ્થળોએ ૬૮૨ રક્તદાન શિબિરો દ્વારા ૧૦૦૨૧૨  યુનિટ એકત્ર કરીને ગિનિસ વર્લ્ડ ઓફ રેકોર્ડની  સ્થાપના કરવામાં આવી હતી.આ વખતે એમનો ટાર્ગેટ ૨ લાખ યુનિટ એકત્ર કરવાનુછે 
    ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ નાં રોજ જન્મેલા PM મોદીનું નાનપણ ગુજરાતના વડનગરમાં સામાન્ય પરિવારમાં વીત્યું.નરેન્દ્ર મોદી પિતા દામોદરદાસ મૂળચંદ મોદી અને હીરાબહેન મોદીના સંતાન છે. સંઘ અને જનસંઘના નેતાઓ સતત નરેન્દ્ર મોદીના પ્રેરણા સ્ત્રોત રહ્યાં. એમાંય લક્ષ્મણરાવ ઈનામદાર ઉર્ફ વકીલ સાહેબ અસર નરેન્દ્ર મોદીના જીવન પર ખૂબ જ જોવા મળી. તેઓ સંઘના પ્રચાર અર્થે વડનગર ગયા, ત્યારે નરેન્દ્ર મોદી પ્રથમ વાર તેમને મળ્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદી વડનગર છોડી અમદાવાદ આવ્યા ત્યારે ફરી વકીલ સાહેબના પરિચયમાં આવ્યા અને તેમની સાથે આરએસએસના અમદાવાદ સ્થિત કાર્યાલય હેડગેવાર રહેવા લાગ્યા. જ્યાં તેઓ સ્વયં સેવકો માટે ચા-નાસ્તો બનાવવાની સાથે 8-9 ઓરડામાં ઝાડું પોતા લગાવતા અને તેની સાથે સાથે વકીલ સાહેબનાં કપડાં પણ ધોતા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમના દ્વારા રથયાત્રામાં સહુથી વધુ 13 વખત હિન્દ વિધિ કરવાનો રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યો છે.જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે વહેલી સવારે ૭ વાગે દર વર્ષે તેઓ જમાલપુર જગન્નાથ મંદિર આવી જતા અને ભગવાન જગન્નાથજી નાં દર્શન કરી પૂજા કરીને સોના સાવરણીથી હિન્દ વિધિ કરાવતા હતા.
    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતના વિકાસમાં સિહ ફાળો છે.એમાંય યાત્રાધામોના વિકાસને મોદીએ હંમશાં પ્રાધાન્ય આપ્યું છે. યાત્રાધામોમાં સોમનાથ હમેશાં મોદીના હૃદયની નજીક રહ્યું છે.નરેન્દ્ર મોદી જ્યારે વડનગરમાં રહેતા હતા. ત્યારે પુસ્તકાલયનો લાભ લેતા હતા.તે સમયે તેમણે કનૈયાલાલ મુનશી લિખીત પાટણની પ્રભુતા, જય સોમનાથ અને ગુજરાતનો નાથ પુસ્તકો વાંચ્યા હતા. તેઓ અવાર નવાર પાટણ જતા અને ત્યાંથી તેમની પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ માટે લાગણી જન્મી હતી.રામ મંદિર માટે રથયાત્રાનો પ્રસંગ આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીની સલાહથી એલ. કે. અડવાણીની અને ભાજપાના નેતાઓએ સોમનાથની પસંદગી કરી હતી.જેનુ એક કારણ એ પણ માનવામાં આવે છે કે સરદાર પટેલનો સોમનાથ ટ્રસ્ટ બનાવવાનો વિચાર અને તત્કાલીન સરકાર દ્વારા તેનો વિરોધ વલ્લભભાઈએ મંદિરના ખંડેરને દુર કરી સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું. સેકન્ડ ઇન કમાન્ડ તરીકે નરેન્દ્ર મોદીએ એલકે અડવાણીની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.ત્યારથી ભાજપાના નેતાઓનુ સોમનાથ પ્રત્યે અદમ્ય આકર્ષણ જોવા મળે છે. આજે પણ ભાજપાના નેતાઓ વર્ષમાં એકાદવાર  સોમનાથની મુલાકાત લે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સોમાનાથના વિકાસ માટે અનેક પગલાં લીધાં હતા. રલવે સ્ટેશનનું લોકાર્પણ કરવું, નેશનલ હાઈવે બનાવવાની કાર્યવાહી કરવી,હરીહર વનનું નિર્મામ કરવું, ત્રિવેણી ઘાટને સુશોભિત કરવો.વર્ષ ૨૦૧૦ માં જ્યારે તેઓ ટ્રસ્ટી બન્યા ત્યારે તેમણે પ્રવાસીઓ માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની શરૂઆત કરાવી.
    વડાપ્રધાન મોદીના જન્મદિવસના પ્રસંગે જો ધોળકાની વાત ન કરીએ તો કદાચ PM મોદીએ સંઘના કાર્યકર તરીકે કરેલા કામો સાથે અન્યાય કહેવાશે. વર્ષ 1985ની આસપાસના કેટલાક વર્ષો સુધી RSSના એક કાર્યકર તરીકે PM મોદીનું સતત ધોળકામાં આવનજાવન રહેતું અને ધોળકામાં આવેલા સત્સંગ ભવન ખાતે તેઓ રોકાતા. અહીં તેઓ કાર્યકર્તાઓ સાથે બેઠક કરતા અને રાત્રી વસવાટ પણ કરતા હતા.
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીવન યાત્રા નાનપણમાં વડનગર રેલવે સ્ટેશન ખાતેથી ચાની કીટલીથી શરૂ થઈ હતી અને હાલ પ્રધાનમંત્રી સુધી પહોચી છે. જોકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો હતો અને પ્રચારકથી લઈને રાજનેતા સુધી તેમણે પોતાની જાતને જનસેવા માટે ખપાવી નાંખી છે.  
    વડાપ્રધાન મોદીએ દેશભરમાં અનેક સરકારી યોજનાઓ અમલી બનાવી દેશને વિકાસના નકશા પર લાવીને મૂક્યું છે.જેમાં પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રનાં ૪૨ કરોડથી વધારે લોકોને પેન્શન કવચ મળ્યું છે.વર્ષ ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી મંત્રીમંડળની પહેલી બેઠકમાં આ જ પ્રકારની પેન્શન યોજના વેપારીઓ માટે પણ જાહેર કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ ૨૦૧૬ માં શરૂ થઈ હતી, જે અંતર્ગત ગરીબોને નિઃશુલ્ક કૂકિંગ ગેસ કનેક્શન આપવામાં આવ્યાં છે.આ યોજના ૭ કરોડથી વધારે લાભાર્થીઓ માટે ધૂમાડામૂક્ત રસોડા પ્રદાન કરવામાં મુખ્ય પરિવર્તનકારી પગલું પુરવાર થઈ છે જેની મુખ્ય લાભાર્થીઓ મહિલા છે.ડિજિટલ ઈન્ડિયાની પહેલપણ એમણે શરૂ કરી હતી. આ પ્રયાસનાં પરિવર્તનકારક પરિણામોઆજે મળ્યાં છે. ઉદાહરણ તરીકે, વર્ષ ૨૦૧૪ માં મોબાઇલ ઉત્પાદન એકમોની સંખ્યા ૨ થી વધીને વર્ષ 2019માં 122 થઈ હતી.ભારત સરકારે ‘વેપારવાણિજ્ય સરળ કરવામાં’ હરણફાળ ભરી છે, જેનાથી એનો ક્રમાંક વર્ષ ૨૦૧૪ માં ૧૪૨ હતો.જે ૨૦૧૯ માં ૭૭ થયો હતો. ભારત સરકારે વર્ષ ૨૦૧૭ નાં સંસદનાં ઐતિહાસિક સત્ર દરમિયાન જીએસટીની શરૂઆત કરી હતી જેનાથી ‘એક રાષ્ટ્ર, એક કર’નું સ્વપ્ન સાકાર થયું.
    મોદીનાં કાર્યકાળ દરમિયાન વિશેષ ધ્યાન ભારતનાં સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પર આપવામાં આવ્યું છે.ભારત વિશ્વની સૌથી મોટી પ્રતિમા, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ધરાવે છે, જે અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલને ઉચિત શ્રદ્ધાંજલિ છે. આ પ્રતિમાનું નિર્માણ વિશેષ જન આંદોલન દ્વારા થયું હતું, આ પ્રતિમાનાં નિર્માણ માટે ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં ખેડૂતો પાસેથી ઓજારો અને માટી મેળવવામાં આવી હતી, જે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નાં જુસ્સાને વ્યક્ત કરે છેપ્રધાનમંત્રી મોદી પર્યાવરણ સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં મહત્તમ યોગદાન આપવા માટે ઉત્સાહી છે. તેમણે અવારનવાર સ્વચ્છ અને હરિયાળી પૃથ્વીનું નિર્માણ કરવા માટે ભાર મૂક્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે  મોદીએ જળવાયુ પરિવર્તનનાં નવીનત્તમ સમાધાનો માટે તેનો એક અલગ વિભાગ ઊભો કર્યો હતો. આ જ જુસ્સો વર્ષ ૨૦૧૫ માં પેરિસમાં આયોજિત સીઓપી21 શિખર સંમેલનની બેઠકમાં જોવા મળ્યો હતો, જ્યાં તેમણે ઉચ્ચ-સ્તરીય ચર્ચાવિચારણામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.જળવાયુ પરિવર્તનથી એક પગલું આગળ વધીને પ્રધાનમંત્રી મોદીએ આબોહવામાં ગુણવત્તાયુક્ત પરિવર્તન વિશે વાત કરવી છે. વર્ષ ૨૦૧૮ માં કેટલાક દેશોનાં પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રાધ્યક્ષો ભારતમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન શરૂ કરવા આવ્યાં હતા, જે વધારે હરિયાળી પૃથ્વીનું નિર્માણ કરવા માટે સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનો એક અભિનવ પ્રયાસ છે.પર્યાવરણનાં સંરક્ષણ માટે પ્રયાસો કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રધાનમંત્રીને ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.જળવાયુ પરિવર્તનથી આપણી પૃથ્વી પર કુદરતી આપત્તિઓનું જોખમ વધી રહ્યું છે એ હકીકતથી સંપૂર્ણપણે વાકેફ  મોદીએ આપત્તિનાં વ્યવસ્થાપનનો, ટેકનોલોજીની ક્ષમતા અને માનવીય સંસાધનનો ઉપયોગ કરવાનો નવો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંક્યો હતો, જ્યાં 26 જાન્યુઆરી, 2001નાં રોજ મહાવિનાશક ધરતીકંપ આવ્યો હતો. એ જ રીતે તેમણે ગુજરાતમાં પૂર અને દુષ્કાળનો સામનો કરવા નવી વ્યવસ્થાઓ પ્રસ્તુત કરી હતી, જેની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ હતી.વહીવટી સુધારા દ્વારા મોદીએ હંમેશા નાગરિકોને પ્રાથમિકતા આપી છે. ગુજરાતમાં તેમણે લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા સંધ્યા અદાલતની શરૂઆત કરવાનો નવો અભિગમ વિકસાવ્યો હતો. કેન્દ્ર સરકારમાં પણ તેમણે પ્રગતિ (પ્રો-એક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઈમ્પ્લિમેન્ટેશન) ની શરૂઆત દેશની વૃદ્ધિ માટેનો માર્ગ મોકળો કરવા વિલંબિત પ્રોજેક્ટનાં ઝડપી અમલીકરણ માટે કરી હતી.
    માટે લોકોની વચ્ચે રહેવું, તેમની સાથે ખુશીઓ વહેંચવી અને તેમનાં દુઃખો દૂર કરવાથી વિશેષ સંતોષની બાબત બીજી કોઈ નથી. તેઓ લોકો સાથે ‘અંગત સંપર્ક’ જાળવવાની સાથે-સાથે ઓનલાઇન માધ્યમોમાં પણ સારી હાજરી ધરાવે છે. તેઓ ભારતનાં સૌથી વધુ ટેકનો-સેવી નેતા તરીકે જાણીતા છે, લોકો સુધી પહોંચવા માટે વેબનો ઉપયોગ કરે છે અને તેમનાં જીવનમાં પરિવર્તન લાવે છે.રાજકારણ ઉપરાંત નરેન્દ્ર મોદી લેખનકળામાં પારંગત છે. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, જેમાં કવિતાઓ પરનું પુસ્તક પણ સામેલ છે. તેઓ દિવસની શરૂઆત યોગથી કરે છે,જે શરીર અને મન બંનેને મજબૂતી આપે છે તેમજ ઝડપી જીવનમાં શાંતિ અને એકાગ્રતા પ્રદાન કરે છે.આજે ૭૨ માં જન્મદિવસે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવીએ.