અન્નનો બગાડ અટકાવવાના મેસજ સાથે માટીની ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના.

Published on BNI NEWS 2022-09-07 15:09:17

  • 07-09-2022
  • 426 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  રાજપીપળા નવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપળાના આયોજકો દ્વારા રાષ્ટ્રીય મેસેજ વાળા ગણેશ ડેકોરેશન જોવા ઉમટતા લોકટોળાં.
  રાજપીપળા નવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપળાના આયોજકો ના ગણેશ દર્શન દર વર્ષે કોઈ ચોક્કસ થીમ અને મેસેજ સાથે ખાસ કરીને રાષ્ટ્રીય મેસેજ આપતા હોય છે.
  આ વર્ષે નવા ફળીયા માછી યુવક મંડળનું ગણેશ ડેકોરેશન લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ વખતે આયોજકોએ અન્નનો બગાડ અટકાવવાના મેસજ સાથે માટીની ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરી છે.જેમાં દેશભરમાં અન્નનો ખૂબ બગાડ થઈ રહ્યો છે.તેનો મેસેજ આપી અન્નનો બગાડ ન કરવા તેમજ તેનાથી થતા નુકસાન અંગેની સુંદર તસવીરો પણ મૂકી છે.જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.દેશ ગમે એટલો ડિજિટલ થાય પણ અનાજ કોમ્પ્યુટરમાં ન ઉગે એ તો ખેડૂતોના ખેતરમાં જ ઉગે આ વાત જનતા સામે આયોજકોએ સુંદર રીતે રજૂ કરી છે.
  ડેકોરેશનમાં અન્નનો બગાડ કરતી વ્યક્તિને દર્શાવવામાં આવેલ છે.એ ઉપરાંત કોથળીમાં એઠું ફેંકી દેવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકની કોથળી સાથે ગાય પ્લાસ્ટિક સાથે બગડેલું અનાજ ખાઈ જતી ગાયનું દ્રશ્ય ઘણું બધું કહી જાય છે. અન્નનો બગાડ નહીં કરવા સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અંગેનો પણ પર્યાવરણનો મેસેજ આયોજકોએ આપ્યો છે.ભોજન એ પરમાત્માએ આપેલી ભેટ છે.એનો બગાડ કરી એનો અનાદર ન કરો તેવો સુંદર રાષ્ટ્રીય મેસેજ પણ આપ્યો છે.
   સાથે સાથે દર વર્ષે આયોજકો માટીની ઈકો ફ્રેન્ડની મૂર્તિ સ્થાપીને પીઓપીની મૂર્તિ પર્યાવરણ માટે નુકસાનકારક હોવાનો પણ સુંદર મેસેજ આપી રહ્યા છે.જે લોક આકર્ષણનો કેન્દ્ર બન્યું છે.આવા મેસેજ વાળા ગણેશ ડેકોરેશન જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી રહ્યા છે.