ટીમ ઈન્ડિયાના ‘સાવજો’એ કાંગારૂને કર્યા ધૂળ ચાટતા, બ્રિસબેનમાં ભારતીય ટીમની ઐતિહાસિક જીત

Published on BNI NEWS 2021-01-19 13:13:44

    • 19-01-2021
    • 2370 Views

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાના અભેદ કિલ્લા સમાન બ્રિસબેનના ગાબા મેદાનમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ કાંગારૂને ધૂળ ચાટતા કરીને આ ટેસ્ટ મેચ જીતી લીધી છે. છેલ્લા 33 વર્ષોથી આ મેદાનમાં કોઈ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી શકી નથી. જ્યારે ભારતીય ટીમના સાવજોએ તેમને હરાવીને બાદશાહતનો અંત લાવ્યો છે. બ્રિસબેનમાં રૂષભપંતે પોતાનો દમ દેખાડ્યો છે.

    બ્રિસબેનમાં રૂષભપંતે પોતાનો દમ દેખાડ્યો

    જ્યારે ભારત તરફથી શુભમન ગીલે યાદગાર ઈનિંગ રમી હતી 91 રન 146 બોલમાં પૂરા કર્યા હતા. ચેતેશ્વર પૂજારાએ 56 રન કરીને જીતનો પાયો નાખ્યો હતો. ટીમ ઈન્ડિયાના તમામ બેટ્સમેન ઓસ્ટ્રેલિયાના બોલર્સ સામે અડીખમ રહ્યા હતા. બીજી તરફ ઓસ્ટ્રેલિયાતરફથી પેંટ કમિંસે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નથાન લાયન બે વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે રૂષભ પંતે યાદગાર ઈનિંગ રમીને પોતાનો દમ દેખાડ્યો છે.