ભારતનો ઝિમ્બાબ્વે સામેની વન-ડે સીરિઝ પર કબ્જો.

Published on BNI NEWS 2022-08-21 12:12:29

  • 21-08-2022
  • 1391 Views

  ભારતીય ટીમે બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી ઝિમ્બાબ્વેને સીરિઝની બીજી વનડે 5 વિકેટે હરાવી છે.
  ભારતીય ટીમે બોલર્સના શાનદાર પ્રદર્શનની મદદથી ઝિમ્બાબ્વેને સીરિઝની બીજી વનડે (IND vs ZIM 2nd ODI)માં 5 વિકેટે હરાવી છે. આ જીત સાથે કેએલ રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા 3 મેચની સીરિઝમાં 2-0થી આગળ છે. આજે શનિવારે હરારેમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 38.1 ઓવરમાં 161 રને પેવેલિયન ભેગી કરી દીધી હતી. જે બાદ 25.4 ઓવરમાં સ્ટોર ચેઝ કર્યો હતો પરંતુ 5 વિકેટ ગુમાવવી પડી હતી.
  બોલર શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી, જ્યારે વિકેટકીપર સંજૂ સેમસને અણનમ 43 રન કર્યા હતા. તેણે ઇનોસેન્ટ કેઇયાના બોલ પર વિજયી સિક્સ પણ ફટકારી હતી. સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ આ ગ્રાઉન્ડ પર 22 ઓગસ્ટે રમાશે.
  ઝિમ્બાબ્વેએ આપેલા 162 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં શિખર ધવન અને કેપ્ટન કેએલ રાહુલ ઓપનિંગ કરવા ઉતર્યા હતા. ટીમ ઇન્ડિયાનો પ્રથમ આંચકો કેપ્ટન કેએલ રાહુલ (1)ના રૂપમાં લાગ્યો હતો, જે પારીની બીજી ઓવરના ચોથા બોલ પર આઉટ થયો હતો. શિખરે શુભમન ગિલ સાથે પારીને આગળ વધારી હતી અને બીજી વિકેટ માટે 42 રન કર્યા હતા. ધવન 33 રને કેચ આઉટ થયો હતો. ધવને 21 બોલ પર 4 ફોરની મદદથી 33 રન કર્યા હતા.
  ઇશાન કિશન (6) કંઇ ખાસ કરી શક્યો નહીં અને જોંગવેએ તેને બોલ્ડ કર્યો હતો. તે સમયે ટીમ ઇન્ડિયાનો સ્કોર 3 વિકેટે 83 રન હતો. શુભમન ગિલ 33 રન બનાવી 97ના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. દીપક હુડા (25)ને સિકંદર રજાએ બોલ્ડ કર્યો હતો અને ભારતની પાંચ વિકેટ 153 રને પડી હતી. દીપિકે 36 બોલમાં 3 ફોર સાથે 25 રન કર્યા હતા. દીપક અને સંજૂ સેમસને 5મી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી.