રાઈ- મરચાનુ અથાણુ

Published on BNI NEWS 2022-03-26 12:07:14

  • 26-03-2022
  • 1951 Views

  રાઈનો અથાણુ બનાવવાની સામગ્રી
  મરચાં 20-30
  1 કપ રાઈ (ક્રશ કરેલી)
  1/2 ટીસ્પૂન હળદર
  1/2 ટીસ્પૂન હીંગ
  1 ટીસ્પૂન વરિયાણી (ક્રશ કરેલ)
  તેલ જરૂર પ્રમાણે
  મીઠુ સ્વાદ પ્રમાણે
  1 ટીસ્પૂન લીંબૂનો રસ

  રાઈનો અથાણુ બનાવવા માટે
  સૌથી પહેલા મરચાને સારી રીતે ધોઈને સુકાવી લો. ઠૂંઠા કાઢીને એક -એક કરીને બધા મરચમાં ચીરો લગાવિ. ધ્યાન રાખો કે મરચાના બે ભાગ ન થાય. એક વાટકીમાં રાઈ મીઠુ, હળદર, હીંગ વરિયાળી થોડુ તેલ અને અડધી નાની ચમચી લીંબૂનો રસ નાખી એક સાથે મિક્સ કરો. તૈયાર મિશ્રણને બધા મરચામા ભરી લો. બાકીનો બચેલુ મિશ્રણ તેલ અને લીંબૂનો રસ મરચા પર નાખી સારી રીતે મિક્સ કરી લો હવે તેને એક બરણીમા ભરીને એક કલાક માટે મૂકી દો. તૈયાર છે રાઈ વાળા મરચા એયર ટાઈટ કંટેનરમાં બંદ કરી ફ્રીજમાં રાખો. તમે આ અથાણુ એક મહીના સુધી રાખીને ખાઈ શકો છો. તમને જો કોઈ મસાલાથી એલર્જી છે તો તમે તે મસાલાને સ્કિપ કરી શકો છો. લીંબૂના રસની જગ્યા આમચૂરનો ઉપયોગ પણ કરી શકો છો.