અમેરિકાની યુવતી અકસ્માત પછી બે અઠવાડિયાં સુધી કોમામાં રહી અને ભાનમાં આવી તો ન્યૂઝીલેન્ડની બોલી બોલવા લાગી.

Published on BNI NEWS 2021-11-04 11:22:36

  • 04-11-2021
  • 1804 Views

  સમર રેર કન્ડિશનથી પીડિત છે, તેને ફોરેન એક્સન્ટ સિન્ડ્રોમ કહેવાય છે.
  આપણી બોલી જ આપણી ઓળખ હોય છે, પણ સવારે ઊઠીએ અને ખબર પડે કે આપણે બીજા દેશની ભાષા બોલવા લાગ્યા તો કેવું થાય! અમેરિકાની યુવતી સાથે આવું હકીકતમાં થયું. તે અકસ્માત પછી કોમામાં સરી પડી. 2 અઠવાડિયાં પછી તે હોશમાં આવી તો અમેરિકન બોલી નહીં પણ ન્યૂઝીલેન્ડની ભાષા બોલતી હતી. સમર ડીયાઝ આ ચેન્જ જોઇને વિચારમાં પડી ગઈ હતી. સમર રેર કન્ડિશનથી પીડિત છે જેને ફોરેન એક્સન્ટ સિન્ડ્રોમ કહેવાય છે.
  રેર કન્ડિશનમાં વ્યક્તિ કોઈક બીજી જ ભાષા બોલવા લાગે છે.
  ગયા વર્ષે 25 નવેમ્બરના રોજ તે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે એક કારની ટક્કર વાગતા તેને ઈમર્જન્સીમાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. એક્સીડન્ટ પછી શું થયું તેના વિશે સમરને કઈ જ ખબર નથી.તે બે વીક સુધી કોમામાં રહી અને હોશમાં આવી ત્યારે તેનો અવાજ અને ઉચ્ચાર બદલાઈ ગયો હતો. આ રેર કન્ડિશનમાં વ્યક્તિ કોઈક બીજી જ ભાષા બોલવા લાગે છે.
  કેલિફોર્નિયામાં પોતાના બાળકો સાથે રહેતી સમરે કહ્યું, તે દિવસે મારી સાથે શું થયું હતું તે કઈ યાદ નથી. હું જોબ પરથી ઘરે આવી રહી હતી. મેં મારી કાર પાર્ક કરી અને રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે મને ટક્કર વાગી અને હું પડી ગઈ. એ પછી ડ્રાઈવરે એમ્બ્યુલન્સ બોલાવી અને તેને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. સમરના ખભામાં હાડકા ભાગી ગયા હતા અને તેના મગજમાં પણ ગંભીર ઈજા થઈ હતી. કોરોના મહામારીને લીધે તેનો બોયફ્રેન્ડ અને પરિવારજનો હોસ્પિટલમાં રોજ મળવા આવી શકતા નહોતા.
  કોમામાં રહ્યા પછી તે જાગી ત્યારે પોતાનો અવાજ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેનો ઉચ્ચાર પહેલાં જેવો નહોતો. તે યુનિવર્સીટીમાં સાઈન લેન્ગવેજ બોલતા અને કમ્યુનિકેટ કરતા શીખી હતી તે પણ ભૂલી ગઈ. સમર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની રહેવાસી હોય તેમ બોલે છે.
  સમરે કહ્યું, એક દિવસ નર્સ આવી અને તેણે મને મારું શહેર પૂછ્યું. નવાઈની વાત છે કે, હું આ જ શહેરની છું. મારી ભાષાને લીધે નર્સને લાગ્યું હું કોઈ બીજા દેશમાં રહું છું. મારો જન્મ અને ઉછેર અમેરિકામાં જ થયો છે અને બીજા દેશમાં ક્યારેય ગઈ જ નથી. મારા બોયફ્રેન્ડનો બ્રિટિશ એક્સન્ટ છે.
  ફોરેન એક્સન્ટ સિન્ડ્રોમની ખબર પડ્યા પછી સમર થોડી પણ દુઃખી થઈ નથી. તે બીજા દેશની બોલી એન્જોય કરે છે અને તેના મિત્રો તથા બાળકોને પણ શીખવાડે છે. અકસ્માત પછી સમરની લાઈફ પહેલાં જેવી નોર્મલ રહી નથી. તે વારંવાર થાકી જાય છે. હાલ વ્હીલચેરના સહારે ફરે છે. મોતના મુખમાંથી બહાર આવેલી સમરે કહ્યું, હું મૃત્યુથી થોડે જ દૂર હતી. આથી હું સિન્ડ્રોમ પર ધ્યાન આપવાને બદલે લાઈફ એન્જોય કરવા માગું છું. બાકી રહેલી જિંદગી મન મૂકીને જીવવા માગું છું.