- 06-12-2022
- 383 Views
લાઈવ દ્રશ્યો : ટ્રકની બ્રેક ફેલ થતા કરજણ ટોલનાકામાં ટ્રક ઘુસતા કર્મચારીઓના જીવ તાળવે ચોંટયા.
Published on BNI NEWS 2022-12-06 20:20:35
નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલા કરજણ ટોલનાકા નજીક આજે સમી સાંજે એક ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.જેને પગલે પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક અચાનક ટોલનાકાની કાચની ઓફિસમાં ઘુસી જતા કર્મચારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી.સદ્દનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતના સ્વાસ લીધા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથઘરી છે.
નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા કરજણ ટોલનાકા નજીક આજે ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતાં પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક અચાનક જ ટોલનાકાની કાચની ઓફિસમાં ઘુસી જતા કર્મચારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી.ટ્રક અચાનક માતેલા સાંઢની માફક આગળ વધતા કોર્મચારીઓમાં પણ ગભરાટ જોવા મળ્યો હતો અને તેઓમાં નાસભાગ મચી જવા પામી હતી.જો કે ટ્રકના ચાલકે કે કલીનરને કોઈ પણ નુકસાન પહોંચ્યુ ન હતું અને કોઈ જાનહાની નોંધાઈ ન હતી.જેને પગલે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
જો કે પૂરપાટ ઝડપે ધસી આવેલ ટ્રકને પગલે ઓફિસમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. ચાલક અને ક્લિનરની પુછપરછ કરતા ટ્રકની બ્રેક ફેઈલ થઇ જતા ચાલકનો સ્ટીયરિંગ ઉપર કાબુ ન રહેતા આ ઘટના ઘટી હોવાનું બહાર આવ્યુ હતુ. આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.ત્યાર બાદ લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.ઓફિસમાં થયેલ નુકશાનને પગલે હાલ મેંટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.