રાજપીપળા ખાતે નાંદોદ અપક્ષના ટેકેદારોનો સ્ટ્રોંગ રૂમની બહાર CCTV કેમેરા સાથે ચોકી પહેરો.

Published on BNI NEWS 2022-12-06 15:36:25

    • 06-12-2022
    • 407 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
    - નર્મદાના ઈતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યો હોય એવો અજીબ કિસ્સો : અપક્ષ હર્ષદ વાસાવના ટેકેદારો તંબુ તાણીને બેઠા
    નર્મદાના ઈતિહાસમાં અગાઉ ક્યારેય ન બન્યો હોય એવો અજીબ કિસ્સો જોવા મળ્યો છે.જેમાં રાજપીપળા ખાતે નાંદોદ વિધાનસભા બેઠક ના ઉમેદવારોનું મતદાન થયાં પછી ઈવીએમ મશીન જ્યાં ડિગ્રી કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે.ત્યા કોઈ ગરબડી ના થાય તે માટે અપક્ષ ઉમેદવાર હર્ષદ વાસાવના ટેકેદારો તંબુ તાણીને બેઠાબેસી ગયા છે અને અપક્ષના ટેકેદારોનો સ્ટ્રોંગ રૂમની બહાર CCTV કેમેરા સાથે ચોકી પહેરો ભરતા જોવા મળી રહ્યા છે.
    ગુજરાત અને ભારત દેશ ભરમાં ક્યારેય કિસ્સો નહિ બન્યો હોય એવો કિસ્સો નર્મદા જિલ્લામાં બન્યો છે. નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની વાતો કરતા તંત્ર સામે ઉમેદવારના ટેકેદારોને વિશ્વાસ ના હોય રાજપીપલા ખાતે અપક્ષ ટેકેદારો EVM સ્ટ્રોંગ રૂમ જ્યા છે એ કોલેજ કમ્પાઉન્ડ બહાર સીસીટીવી સજ્જ મંડપ બનાવી કોલેજમાં જતી આવતી ગાડીઓ પર નજર રાખી રાખે છે નિગરાની રાખી રહ્યાં છે. એમનો એક સભ્ય સ્ટ્રોંગ રૂમ બહાર નિગરાની કરે છે.
    નર્મદા જિલ્લાની નાંદોદ વિધાન સભા બેઠક માટે આ વખતે ભાજપે મહિલા ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખ ને ટિકિટ આપતા ભાજપ ના જ પ્રદેશ આદિજાતિ મોર્ચાના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા એ અપક્ષ ઉમેદવારી કરી છે.જીત માટે તેમના કાર્યકરોએ ખુબ મહેનત કરી હોઈ અને તેમની જીત પાક્કી ગણાવતા હોઈ સરકારી તંત્ર અન્ય પક્ષના ઈસારે કોઈ EVM માં ચેડાં ના કરી શકે એ માટે તેમને વહીવટી તંત્રને રજૂઆત કરી જાતે નિરીક્ષણ રાખવાની મંજૂરી માંગીહતી.પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ એક વ્યક્તિ સ્ટ્રોંગ રૂમ બહાર રહી શકે અને અન્ય કોઈપણ નહિ એમ કહેતા ત્યારે જ્યા છોટુભાઈ વ્યાયામ પ્રચારક મંડળની કોલેજના કેમ્પસમાં એક રૂમ માં સ્ટ્રોંગ રૂમ હોય કમ્પાઉન્ડમાં જવા માટે બાહ્ય વ્યક્તિઓને પણ મનાઈ હોય અપક્ષ ટેકેદારો એ છોટુભાઈ પુરાણી કોલેજ ના કમ્પાઉન્ડ બહાર મંડપ લગાવી સીસીટીવી કેમેરા લાગવી રાત દિવસ નિગરાની કરી રહ્યા છે.રાત્રે ચાર થી પાંચ લોકો વારા ફરતી રાત્રી રોકાણ અંદર અને બહાર કરે છે.ત્યારે આ ઘટના પછી તંત્ર પણ આ બાબતે સજાગ બન્યું છે.