ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે જંબુસરમાં અગ્રણીઓ દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી.

Published on BNI NEWS 2022-12-06 14:17:50

    • 06-12-2022
    • 434 Views

    (પ્રતિનિધિ : સંજય પટેલ,જંબુસર)
    ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ ભારતીય બંધારણના ઘડવૈયા,સામાજિક ન્યાયના પ્રણેતા,ડોક્ટર ભીમ રાવ આંબેડકરના મહાપરી નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરાઈ રહ્યા છે.ત્યારે જંબુસર સ્થિત કોટ દરવાજા અને તાલુકા પંચાયત કચેરી ખાતે બાબા સાહેબની પ્રતિમાને જંબુસર તાલુકા પ્રમુખ પ્રભુદાસ મકવાણા,અગ્રણી વલ્લભભાઈ રોહિત,બાબુભાઈ સોલંકી સહીત ઉપસ્થિત રહી વિશ્વવિભૂતિ મહા માનવને પુષ્પાંજલી અર્પી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને તેમને ચીંધેલા માર્ગે દરેક વર્ગો એક થાય શિક્ષણ પ્રાપ્ત કરવાનું મુખ્ય લક્ષ્ય હતું.શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તેમ બાબા સાહેબનો નારો હતો તેનો સમાજે અમલ કરવાનો છે.બાબા સાહેબે ફક્ત દલિત સમાજના નેતા ન હતા એ સમગ્ર દેશના નેતા હતા. ડૉક્ટર બાબા સાહેબે દેશને અજોડ બંધારણ આપ્યું છે જે મહામૂલી ચીજ છે.તેમ કહી પ્રભુદાસ મકવાણાએ શ્રદ્ધાંજલી આપી હતી.ડૉક્ટર આંબેડકરને શ્રદ્ધાંજલી અર્પવા અગ્રણીઓ કાર્યકરો હાજર રહી જબ તક સુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા અને ડોક્ટર આંબેડકર અમર રહો ના નારા લગાવ્યા હતા.