સમીક્ષા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખાસ નિરીક્ષક અક્ષય રાઉતે નર્મદા જિલ્લાની લીધેલી મુલાકાત.

Published on BNI NEWS 2022-11-24 19:32:25

  • 24-11-2022
  • 344 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
  - સિનિયર સિટીઝન,મહિલા, યુવા,થર્ડ જેન્ડર, ઓવરસીઝ અને સેવા મતદારો સહિતના તમામ વર્ગના મતદારોની મતદાન વ્યવસ્થા.
  - રાઉતે જિલ્લાના કેટલાંક મતદાન મથકોની મુલાકાત લઇ ઉપલબ્ધ પીવાના પાણી-શૌચાલય-રેમ્પ સહિતની અન્ય જરૂરી સુવિધાઓ અંગે પણ સંબંધિત BLO સાથેના પરામર્શમાં મેળવી જાણકારી.  
  ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ નર્મદા જિલ્લમાં ૧ લી ડિસેમ્બરના રોજ યોજાનારા મતદાન સંદર્ભે PWD,સિનિયર સિટીઝન, મહિલા, યુવા, થર્ડ જેન્ડર, ઓવરસીઝ અને સેવા મતદારો સહિતના તમામ વર્ગના મતદારોની વ્યવસ્થા માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખાસ નિરીક્ષક અક્ષય રાઉતે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા સાથે પરામર્શ બેઠક યોજીને જિલ્લાની નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં ઉક્ત મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થા અને સુવિધાઓ અંગે ચર્ચા-વિચારણા કરી જરૂરી વિગતો મેળવી સમીક્ષા હતી.તેવતિયાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉક્ત બાબતો અંગે આંકડાકીય વિગતો સાથેની માહિતીથી કેન્દ્રીય ચૂંટણી પંચના ખાસ નિરીક્ષક રાઉતને વાકેફ કર્યા હતા.આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જીજ્ઞાબેન દલાલા પણ સાથે રહ્યા હતા.
  કેન્દ્રીય ચૂંટણી પંચના ખાસ નિરીક્ષક અક્ષય રાઉતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયા સાથેની ઉક્ત સમીક્ષા બેઠક અગાઉ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતેની વિર ભગતસિંહ પ્રાથમિક શાળા, અકતેશ્વર પ્રાથમિક શાળા અને મોટી રાવલ પ્રાથમિક શાળા ખાતે તથા ઉક્ત બેઠક બાદ નાંદોદ તાલુકાની તરોપા પ્રાથમિક શાળા તેમજ આમલેથાની સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખાતેના મતદાન કેન્દ્રોની પણ મુલાકાત લઈ જે તે શાળામાં ફરજ પરના BLO અને શાળાના આચાર્ય સાથે સંબંધિત શાળાઓમાં ઉપલબ્ધ પીવાના પાણી અને શૌચાલય સુવિધા અંગે જરૂરી પૃચ્છા કરી તેની જાણકારી મેળવી હતી.તદઉપરાંત જે તે શાળામાં ઉપસ્થિત BLO સાથે ખાસ નિરીક્ષક અક્ષય રાઉતે કરેલા વાર્તાલાપમાં અગાઉની ચૂંટણીઓમાં આ પ્રકારની કામગીરીનો અનુભવ, જે તે મતદાન મથકે મતદારોની સંખ્યા, રેમ્પની સુવિધા, વોટર્સ ગાઈડની પત્રિકા વિતરણ, મતદાર સ્લીપ વહેચણી, ભૂતકાળમાં જે તે મતદાન મથકોમાં મતદાન માટે મતદારોની ભીડનો સમયગાળો, ૮૦ વર્ષથી વધુની વયના મતદારો માટે જે તે મતદારોને ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધિની કામગીરી વગેરે જેવી બાબતોની તેમણે જાણકારી મેળવી હતી અને સ્વીપ એક્ટીવીટી અંતર્ગત જે તે ગામ-વિસ્તારના  તમામ મતદારો દ્વારા અચૂક મતદાન થાય તે માટે મતદાન જાગૃત્તિ અંતર્ગત તમામ મતદારો મતદાનમાં ભાગ લે તેવા પ્રયાસો કરવાની પણ તેમણે હિમાયત કરી હતી.