ડ્રેનેજ લીકેજના કારણે ઝઘડિયા તાલુકાના પીપોદરા ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી.

Published on BNI NEWS 2022-11-24 18:16:24

    • 24-11-2022
    • 333 Views

    (પ્રતિનિધિ : જ્યશીલ પટેલ,ઝઘડીયા)
    ઝઘડિયા તાલુકાના પિપોદરા ગામના લોકો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    ઝઘડિયા મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્ર મુજબ છેલ્લા કેટલાય સમયથી સંજાલી ચોકડી થી પીપદરા ગામને જોડતા રસ્તા ઉપર ડ્રેનેજ લાઈન લીકેજ ના કારણે ગ્રામજનો ઘણી હાલાકી ભોગવી રહ્યા છે.છેલ્લા ત્રણ માસથી પણ ઉપરાંતના સમયથી ગ્રામજનો દ્વારા તંત્રને આ બાબતે વારંવાર જાણ કરવા છતાં આ બાબતે કોઈ પગલા નહીં લેવાતા આખરે ગ્રામજનો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સીમકી ઉચ્ચારવામાં આવી છે.ઝઘડિયા તાલુકાના સંજાલી ગામની ચોકડી થી લઈ અને પીપદરા ગામ સુધી વર્ષો પહેલા કરવામાં આવેલા ડ્રેનેજ યોજના ના અધૂરા કામથી ગામમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે,તો ઉપરાંત પીવાના પાણીની લાઈન પણ લીકેજ હોય પીવાના પાણીમાં પણ ડ્રેનેજની ગંદકી ભળી રહ્યા હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.પીપદરા ગામના લોકો દ્વારા આજે ઝઘડિયા મામલતદારને આપવામાં આવેલા એક આવેદનપત્ર અનુસાર પીપદરા ગામે ડ્રેનેજ યોજના નું અધૂરું અને તકલાદી કામ હોવાને કારણે ગામમાં ઠેર ઠેર ગંદકી જામી રહી છે જે બાબતે ગ્રામજનો દ્વારા જવાબદારી તંત્રને છેલ્લા ત્રણ માસથી વારંવાર ટકોર કરવામાં આવવા છતાં પણ જવાબદારી તંત્રના પેટનું પાણી નહીં હાલતા આખરે ગ્રામજનો દ્વારા ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપી આગામી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેના કારણે રાજકીય પક્ષોમાં દોડધામ મચી છે.