લોકશાહીનો અવસર એવા મતદાનની હોમગાર્ડ જીઆરડી કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.

Published on BNI NEWS 2022-11-24 17:30:44

    • 24-11-2022
    • 356 Views

    - જંબુસર પ્રાંત કચેરી ખાતે મતદાનનું આયોજન કરાયું.
    લોકશાહીનો અવસર એવા ચૂંટણી પ્રક્રિયામાં હોમગાર્ડ જીઆરડી જવાનો પોતાની ફરજમાં રોકાયેલા હોય જેથી તેઓ મતદાન કર્યા વિના નહીં રહે તે માટે ભરૂચ ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ પોલિંગ ફેસિલિટી અંતર્ગત જંબુસર વિધાનસભાના જવાનો માટે જંબુસર પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.
    અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.ત્યારે જંબુસર વિધાનસભાના હોમગાર્ડ અને જીઆરડી જવાનો માટે પહેલી ડિસેમ્બરના રોજ હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પોતાની ફરજ માં રોકાયેલા હોય મતદાન પક્રિયાથી રહી નહીં જાય માટે આજ રોજ જંબુસર પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.જીઆરડી અને હોમગાર્ડના પોસ્ટલ બેલેટ ભેગા થઈ જતા છુટા પાડવામાં સમયનો વેડફાટ થયો હતો.પોસ્ટલ બેલેટથી ૬૭૦ જેટલા જવાનોએ મતદાન કર્યું હતું.