શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે રંગોળી દ્વારા અચૂક મતદાનની અપીલ કરતા વિદ્યાર્થીઓ.

Published on BNI NEWS 2022-11-24 17:28:30

    • 24-11-2022
    • 339 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
    દેડીયાપાડાની તાબદા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
    નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટીવીટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાની રાહબરી હેઠળ મતદાન જાગૃતિના યોજાઇ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત શાળાના આચાર્ય રામસિંહભાઈ એ.વાઢેળની અધ્યક્ષતામાં અને શાળાના શિક્ષકોના આયોજન હેઠળ તા. ૨૨ નવેમ્બર,૨૦૨૨ ને મંગળવારના રોજ “મતદાન જાગૃતિ” વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ લોકોમાં લોકશાહીના પર્વ એવા વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ માં વધુમાં વધુ મતદાન કરે તે માટે પોતાના કૌશલ્યોથી વિવિધ રંગોળી દ્વારા લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરી લોકશાહીના મૂલ્યો સમજાવે એવી સુંદર રંગોળીઓ બનાવી હતી. આ સાથે SVEEP-VOTER AWARENESS (અવસર લોકશાહીનો) વિષય પર સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ PROUD VOTER સેલ્ફી પડાવી “હું વોટ કરીશ જ.” ની પ્રતિજ્ઞા કરી અન્ય લોકોને જાગૃત કરવાનો પણ સંકલ્પ લીધો હતો.