આમોદના રેવાસુગર પાસેથી ગેરકાયદેસર ગ્રેડનું વહન કરતા વાહનોનોએ પોલીસે જમા કર્યા.

Published on BNI NEWS 2022-11-24 15:58:31

  • 24-11-2022
  • 344 Views

  - ભૂસ્તરવિભાગને જાણ કરી દંડ ભરવા જણાવ્યું.
  - આમોદ પોલીસે જેસીબી પોલીસ મથકે જમા લીધું પણ પોલીસ ચોપડે કેમ ના બતાવ્યું ચર્ચાનો વિષય?
  આમોદમાં રેવાસુગરની જગ્યા માંથી ગેરકાયદેસર ગ્રેડ ચોરી કરનારા બે વાહનોને આમોદ પોલીસે જમાં કરી ભરૂચ ભૂસ્તરવિભાગને દંડ વસૂલ કરવાની કાર્યવાહી કરવા જણાવતા ચકચાર મચી જવા પામી છે.
  આમોદ રેવાસુગર ખાતે ગત ૧૦ મી ઓક્ટોમ્બરે ભારતના વડાપ્રધાન આવ્યા હતા.તે પહેલાં આમોદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.જેથી મોદીના આગમનના આગલા દિવસે તંત્ર દ્વારા ગ્રેડ તેમજ ક્વોરીનું પુરાણ કરીને સભામંડપની આસપાસની જગ્યાનું કીચડ પુરીને વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું.તેમજ વધારાની ગ્રેડ તેમજ ક્વોરી ત્યાં જ પડી રહી હતી.ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા ગ્રેડ કોઈપણ જાતની પરમિશન વગર ચોરી કરવામાં આવતી હતી.તેમજ અનેક વાહનો પણ ગ્રેડ તેમજ ક્વોરી ચોરી કરીને લઈ ગયા હોય આમોદ નગરમાં ચર્ચાઓ જાગી છે.ત્યારે ગત રોજ આમોદ પોલીસને રેવાસુગરની જગ્યામાંથી બે ટ્રક ગેરકાયદેસર વગર પાસ પરમીટે ગ્રેડ ભરીને લઈ જતી હોય પોલીસે ટ્રક નંબર જીજે ૧૬ એવી ૬૦૨૧ ડ્રાઈવર નાનાજી બચુભાઈ તેમજ ટ્રક નંબર જીજે ૦૨ વી ૪૭૭૪ ટ્રક ડ્રાઈવર આરીફ ઈસ્માઈલ મલેક પાસેથી બંને ટ્રક ડ્રાઈવર પાસેથી ટ્રકો જમાં લીધી હતી.બંને ટ્રકોએ ગેરકાયદેસર વગર પાસ પરમીટે સરકારી રોયલ્ટી ભર્યા વિના રેવાસુગર માંથી ગ્રેડ ભરી લાવ્યા હોય ટ્રકો આમોદ પોલીસે જમા કરી હતી તેમજ ભરૂચ ભૂસ્તર વિભાગને જરૂરી દંડકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
  અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસે જેસીબી મશીન પણ પોલીસ મથકે જમા લીધું હોવા છતાં પોલીસ ચોપડે જેસીબી મશીન કેમ બતાવવામાં આવ્યું નથી તે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો.
  આમોદ પાસે આવેલું રેવાસુગર અજાણ્યા ચોરો માટે આશીર્વાદ બન્યું હોય તેમ લાગી રહ્યું છે.
  આમોદ પાસે આવેલી રેવાસુગરની ૧૫૦ એકર જમીન બિનઉપયોગી પડી છે જ્યાં અનેક વખત ચોરીના બનાવો બને છે.અગાઉ પણ કીલોબંધ સળિયાની ચોરી થઈ હતી.તેમજ કોઈ અજાણ્યા ઇસમો રેવાસુગર માં પડેલા ભૂંગળા પણ ચોરી ગયા હતા.ભરૂચ જિલ્લા રજીસ્ટ્રારના નામથી આમોદમાં કોણ વહીવટ કરે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ વહેલી તકે આવા ચોરો સામે કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે.