સેન્ચ્યુરી એન્કા કંપનીનું પર્યાવરણ બચાવવા માટેનું ઐતિહાસીક પગલુ.

Published on BNI NEWS 2022-11-24 15:57:07

    • 24-11-2022
    • 310 Views

    (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)
    - સેન્ચ્યુરી એન્કા કંપનીએ પોતાના નાયલોન વેસ્ટ ને રીસાયકલ કરી તેમાથી ફેબ્રીક બનાવ્યુ.
    - પહેલો જથ્થો એપોલો કંપનીમાં ટાયર બનાવવા માટે મોકલાયો.
    સેન્ચ્યુરી એન્કા કંપનીનું પર્યાવરણ બચાવવા માટેનું ઐતિહાસીક પગલું ભર્યું છે.સેન્ચ્યુરી એન્કા કંપનીએ પોતાના નાયલોન વેસ્ટ ને રીસાયકલ કરી તેમાથી ફેબ્રીક બનાવ્યુ છે.આજે રાજેશ્રી પોલીફીલ ઉમલ્લા કંપની દ્વારા આજે કંપનીના એમડી દ્વારા પહેલો જથ્થો એપોલો કંપનીમાં ટાયર બનાવવા માટે મોકલાયો હતો.
    પર્યાવરણને બચાવવા માટે હાલમાં આખું વિશ્વ ચિંતન કરે છે અને આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતને કાર્બન મુક્ત બનાવવાનું બીડું ઝડપેલ છે.જેમાં અલગ અલગ સ્તરે વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે જે અંતર્ગત સેન્ચ્યુરી એન્કા કંપનીએ પોતાના નાયલોન વેસ્ટને રીસાયકલ કરી તેમાથી ફેબ્રીક બનાવેલ છે.જેનો ઉપયોગ ટાયર કંપનીમાં કરવામાં આવશે.આજરોજ સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ ના યુનિટ રાજશ્રી પોલીફિલ ઉમલ્લા ખાતે આ પ્રોડક્ટનું અનાવરણ સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ કંપનીના મેનેજીંગ ડિરેક્ટર સુરેશ સોદાની દ્વારા કરવામાં આવેલ અને તેનો પહેલો જથ્થો એપોલો કંપની માં ટાયર બનાવવા માટે મોકલેલ 
    હતો.
    સેન્ચ્યુરી એન્કાં લિમિટેડનું આદિત્ય બિરલા ગ્રુપમાં સમાવેશ થયો છે અને આદિત્યબિરલા ગ્રુપની સસ્ટેનેબિલિટી પોલીસી અંતર્ગત પણ પર્યાવરણ ના બચાવ માટે વિવિધ પગલાઓ લેવાય રહ્યા છે જેના ભાગ રૂપે સેન્ચ્યુરી એન્કાં લિમિટેડ પર્યાવરણના બચાવ અને સંવર્ધનના કાર્યમાં સતત કાર્યશીલ છે.જેમાં પોતાના વેસ્ટને કચરામાં ન નાખતા તેને રીસાયકલ કરી તેમાથી ફિનિશ પ્રોડક્ટ બનાવી એક ઐતિહાસીક કાર્ય આજરોજ કરેલ છે અને ભવિષ્યમાં પણ આ દિશામાં ઉત્તરોત્તર પ્રયત્નશીલ રહેશે એવું કંપનીના મેનેજીંગ ડિરેક્ટર ધ્વારા જણાવવામાં આવ્યું હતું.આજે તેમણે બટન દબાવી પ્રથમ બનાવેલ પ્રિન્ટ કોપી મેળવી હતી અને કંપનીદ્વારા તેમના હસ્તે રવાના કરવામાં આવી હતી.
    જયારે કંપનીના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ (એચઆર & એડમીન) ના સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે અમારી કંપનીએ કંપનીના યાર્નનો જે વેસ્ટ નીકળે છે તેને ફરીથી ઉપયોગમાં લઈને પ્રોસેસ કરીને અમેફેબ્રિક્સ બનાવ્યુ છે.અત્યાર સુધીમાં અમે રો મટીરીયલ માં કેપ્રોલેકેટમ વાપરતા હતા હવે અમે આજ વસ્તુ વેસ્ટ માંથી બનાવીને ફરીથી એનો ઉપયોગ ફરીથી યાર્ન બનાવવામાં ઉપયોગ કરીશું.આમ અમે વેસ્ટ માંથી બેસ્ટ બનાવી પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો છે.મેં એપોલો ટાયર કંપનીને અમારી આ પ્રોડક્ટસ પસંદ આવી છે.અમારી પ્રોડક્ટ એપોલો ટાયરના રો મટીરીયલ બનાવવામાં વપરાય છે.આજે અમે એપોલો ટાયર કંપનીને અમારી પ્રોડકટનો પહેલો જથ્થો રવાના કર્યો છે.ભવિષ્ય માં પણઅમે વેસ્ટ માંથી બેસ્ટ પ્રોડક્સ બનાવીશું એમ જણાવ્યું હતું.