ભરૂચના ભોલાવ ઓવરબ્રિજ પર પતંગની દોરી ગળે આવી જતાં ગળું કપાતા યુવતીનું મોત : બાળકીનો આબાદ બચાવ.

Published on BNI NEWS 2022-01-08 19:43:58

    • 08-01-2022
    • 8835 Views

    ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બીજી તરફ પતંગની દોરીથી થતી ઈજાઓ પણ વધી રહી છે. ભરૂચ પતંગોના રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે ત્યારે કાપયેલ દોરીઓથી લોકોના જીવને જોખમ પણ વધી રહ્યું છે.ત્યારે ઝાડેશ્વર રોડ ઉપર આવેલ અરુણોદય સોસાયટીના બી-૧/૫૬ માં રહેતી ૩૦ વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારની સાંજે ૫:૩૦ વાગ્યે એક્ટિવ ગાડી નંબર જીજે-૧૬-બીએ-૪૯૩૫ લઈ ભૃગુરુષી ઓવરબ્રિજ ઉપરથી શક્તિનાથ તરફ જઈ રહી હતી.તે દરમિયાન એકાએક પતંગનો દોરો ગળાના ભાગે આવી જતા જતા ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ગંભીર ઈજાઓના કારણે મહિલા ચાલુ ગાડીએ નીચે પડી જતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.જોકે બ્રિજ પરથીપસાર થતા અન્ય વાહન ચાલકોએ ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો.૧૦૮ એમ્બ્યુલન્સ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર રીતે ઘાયલ મહિલાને સ્થળ પરથી લઈને આવતા તપાસ કરતા હાજર તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.જોકે આ વાત વાયુવેગે પંથકમાં પ્રસરતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બાદમાં મૃત મહિલાનું પી.એમ કરી મૃતદેહને પરિજનોને સોંપવામાં આવ્યો હતો.બીજી તરફ માતા અને નાની પુત્રી એક જ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા પણ સાથે રહેલ નાની બાળકીનો ઘટનામાં આબાદ બચાવ થયો હતો.