ભરૂચના આપણા કળાકારોની એક મિનિટની ફિલ્મ ‘હોલીડે’

Published on BNI NEWS 2022-11-19 12:09:21

    • 19-11-2022
    • 374 Views

    ગુજરાત આખું ચૂટણીના રંગે રંગાયું છે ત્યારે ભરૂચ આઠ કળાકારોએ ફિલ્મમેકર ડૉ.તરુણ બેંકરના નિર્દેશનમાં બનેલ માઈક્રો ફિલ્મ ‘હોલીડે’માં અભિનય કરી અનોખો મેસેજ પ્રસ્તુત કર્યો છે.રજાના બધાં દિવસો હોલિડે નથી હોતાં, કેટલાંક દિવસો હોલીડે (પવિત્ર દિવસ) પણ હોય છે. ફિલ્મ ‘હોલીડે’માં આ વિષયવસ્તુને બહુ બારીક રીતે વણી લેવામાં આવી છે.આ ફિલ્મમાં ભરૂચના કળાકારો મેહુલ પટેલ, ડો.વિનોદ ગૌર, સપના નકૂમ, રિદ્ધિશ પટેલ, ગૌરવ પરમાર, કિરણબહેન ગૌર,જયનાબહેન પટેલ અને ડૉ.તરુણ બેંકરે અભિનય કર્યો છે.
    એક મિનિટની આ ફિલ્મમાં આઠ કળાકારો હોવાં અને દરેક કળાકારને રોલ કર્યાનો સંતોષ થાય તે વાત જ મારા માટે ચેલેન્જ હતી અને અમે બધાંએ ભેગા મળી તે ઉપાડી છે.આ વાત ફિલ્મ ‘હોલીડે’ના સર્જક ડૉ. તરુણ બેંકરે જણાવી છે.વધુમાં તમણે જણાવ્યું હતું કે ફિલ્મ માત્ર મનોરંજનનું સાધન નથી, આપણે ધારીએ તો ફિલ્મના માધ્યમથી અનેકવિધ પ્રશ્નોનું સમાધાન લાવી શકાય.કે કોઈ જટીલ વાત સહજતાથી સમજાવી શકાય અમે પણ આવા જ પ્રયાસ કર્યો છે.
    આ ફિલ્મ યુટ્યુબની મનોરંજન (manoranjan9) ચેનલ પર રીલીઝ કરવામાં આવી છે. ફિલ્મની લિંક જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને પોલીસવડા ડૉ.લીના પાટિલને મોકલવામાં આવી હતી. પોલીસવડાએ ગુડ વન (good one) કહી ફિલ્મને બિરદાવી છે.આશા છે ભરૂચ અને ગુજરાત સહિત દેશના દર્શકોને આ ફિલ્મ ગમશે.