નિલકંઠેશ્વર મહાદેવ મંદિરનું આગવુ મહત્વ : સમગ્ર ગુજરાત તેમજ દેશ માંથી દર્શન માટે આવતા શિવભકતો.

Published on BNI NEWS 2022-08-01 21:32:07

  • 01-08-2022
  • 1562 Views

  નર્મદા પરિક્રમાવાસીઓ માટે આદર્શ સ્થાન.  
  એક સમયે પ્રસિદ્ધ તપસ્વીઓ માટે તપ અને સાધના માટે આદર્શ સ્થાન એવી જગ્યાએ હાલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ હોવાથી આ ભૂમિ અને સ્થાન પર ખૂબ ધાર્મિક અને પવિત્ર વાતાવરણ જણાઈ રહ્યું છે.
  ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે અનેક કોતરો આવેલ છે આવી અનેક કોતરો નો આગવો ધાર્મિક ઇતિહાસ છે. જેમાંની એક કોતર પર અનેક સાધુ સંતો અને પરિક્રમાવાસીઓ દુરદુરથી આવીને આશ્રય સ્થાન મેળવતા હોય છે. આ સ્થળ મા નર્મદાના પાકૃતિક સૌંદર્ય અને બંન્ને તરફથી આવતા પવિત્ર જળના મિલનના સ્થાન તરીકે પણ જાણિતું છે.સાથે જ અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે પણ આ સ્થળ મહત્વનું છે.આ સ્થળની પવિત્રતાથી આકર્ષિત થઈ પ.પૂ. સંત યોગીરાજે આ પવિત્ર સ્થળના વિકાસ અંગે એક ટ્રસ્ટની રચના કરી હતી પરંતુ પ.પૂ.સંતના સ્વપ્નો સાકાર થાય અને સંકલ્પ પુર્ણ થાય તે પહેલા તેમનુ દેહવિલય થયુ હતુ ત્યારબાદ તેમના અધુરા રહેવા કામને પુર્ણ કરવા માટે વર્ષ ૧૯૮૧ માં અખાત્રીજના પાવન દિવસે પપૂ.સંત સ્વામીજી સાવલીવાલા મહારાજના સાંનિધ્યમાં શિવાલયના નવનિર્માણનું ખાતમુર્હુત થયુ હતુ. 
  આ વિશાળ શિવાલયનું નિર્માણ કે જે આજે નિલકંઠેશ્વર મહાદેવ તરીકે ખ્યાતી પામેલ છે તે માત્ર ૧૨ માસના સમય દરમ્યાન સાકાર કરવામાં આવ્યું હતું.ગુરૂપૂર્ણિમાના પાવન પર્વના દિવસે નિલકંઠેશ્વર ભૂવનનું ખાતમુર્હુત કરવામાં આવ્યું તે પણ માત્ર ૧૨૦ દિવસમાં પુર્ણ કરવામાં આવ્યુ હતુ.આમ નિલકંઠેશ્વર મહાદેવ એ ભકતો માટે આકર્ષણરૂપ છે જેમાં ૧૨ ખંડો તેમજ વિવિધ સામાજીક કાર્યો જેવા કે આરોગ્ય અંગેના કેમ્પોનું આયોજન કરવામાં આવે છે.નિલકંઠેશ્વર મહાદેવ સંકુલ ખાતે સદવિચાર પરિવાર,રોટરી આઈ ઈન્સ્ટીટયુટ નવસારી,રીયલ કોમન હેલ્થ સોસાપટી ફોર બ્લાઈન્ડ્સ યુ.કે. જેવી સંસ્થાઓ દ્વારા પણ વિવિધ આરોગ્ય લક્ષી કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. 
  સાધુ સંતો તેમજ પરિક્રમા વાસીઓની સારવાર નિઃશુલક કરવામાં આવે છે.નર્મદા માતાની પરિક્રમા અંગેનો મહિમા અને ગરિમા દિન - પ્રતિદિન વધતો જતો હોવાથી પરિક્રમાવાસીઓની સંખ્યા પણ દિન - પ્રતિદિન વધી રહી છે.પરિક્રમાવાસીઓ તેમની પરિક્રમા દરમ્યાન ભક્તિમાં લીન રહી અનેક તકલીફો સહન કરતા હોય છે.તેવા સમયે પરિક્રમાવાસીઓના આશ્રય સ્થાન માટે નિલકંઠેશ્વર મહાદેવનું સ્થાનક ખુબ આશિર્વાદરૂપ સાબિત થતા નિલકંઠેશ્વર મહાદેવનું મંદિર ખુબ લોકપ્રિય થઈ રહ્યું છે. 
  એક અંદાજ મુજબ વર્ષમાં હજારો પરિક્રમાવાસીઓના મંદિર ખાતે રોકાતા હોય છે.નિલકંઠેશ્વર મહાદેવ ખાતે સમગ્રદેશમાંથી ભકતો દર્શન અર્થે આવતા હોય છે.તેમાં પણ રવિવાર અને શ્રાવણના દિવસો દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાંથી આવતા યાત્રાળુઓને લઈને નીકળની લકઝરી બસો નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રોકાતી હોય છે.