ઝઘડિયાના રાજપરા ગામે ઘરના આંગણામાં ગંદુ પાણી છોડવા બાબતે ઝઘડો : મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ.

Published on BNI NEWS 2022-11-19 14:31:46

    • 19-11-2022
    • 332 Views

    (પ્રતિનિધિ : ગુલામહુશેન ખત્રી,રાજપારડી)
    ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપરા ગામે ઘરના આંગણામાં ગંદુ પાણી છોડવાની વાતે થયેલ ઝઘડામાં એક મહિલા સહિત કુલ ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી હતી.
    આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ રાજપરા ગામે રહેતા ગંગારામ ગંભીરભાઈ વસાવા ના ઘરની બાજુમાં રહેતા યોગેશભાઇ ગોપાલભાઈ વસાવા ગત તા.૧૭ મીના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં ત્યાં આવીને ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે તમારા નળનું પાણી અમારા ઘરના આંગણામાં આવે છે. ત્યારે ગંગારામે તેમને સમજાવતા કહ્યું હતું કે તમારા આંગણામાં પાણી ના આવે તેથી અમે પાળ બનાવી છે.ત્યાર બાદ આ બાબતે ઝઘડો થયો હતો. દરમિયાન યોગેશભાઈ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલવા લાગ્યા હતા અને ગંગારામને લાકડીના સપાટા મારી દીધા હતા.આ ઝઘડામાં છોડાવવા વચ્ચે પડનાર ગંગારામના પરિવારજનોને પણ લાકડીના સપાટા માર્યા હતા.યોગેશભાઈનું ઉપરાણું લઈને તેની મમ્મી શાંતાબેન વસાવા અને પિતા ગોપાલભાઈ પણ ત્યાં આવીને ગાળાગાળી કરીને ઢિંકાપાટુનો માર મારવા લાગ્યા હતા.ત્યાર બાદ તે લોકો ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા હતા. ઇજાગ્રસ્તોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.ઘટના બાબતે ગંગારામ ગંભીરભાઈ વસાવા રહે.રાજપરા,તા.ઝઘડિયા, જી.ભરૂચનાએ યોગેશ ગોપાલભાઈ વસાવા, ગોપાલ  ચૈતરભાઈ વસાવા તેમજ શાંતાબેન ગોપાલભાઈ વસાવા ત્રણેય રહે.ગામ રાજપરાના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.