અંકલેશ્વરના ધંતુરીયા ગામે પત્ની ઉપર ચારિત્ર્ય વિશે ખોટો વહેમ રાખી પતિએ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર.

Published on BNI NEWS 2022-11-19 13:05:51

  • 19-11-2022
  • 344 Views

  - પતિ હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર : પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર પતિને ઝડપી પાડવાની કવાયત.
  અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે ઈન્દિરા આવાસમાં રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલાની પતિ દ્વારા કુહાડીના ઘા ઝીંકી હત્યાને અંજામ આપતા પંથકમાં ભારે ચકચાર મચી હતી.તો પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી.
  પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના ધંતુરીયા ગામ ખાતે આવેલ ઈન્દિરા આવાસમાં રહેતી ૩૫ વર્ષીય પરિણિત મહિલા જ્યોત્સના રણજીત વસાવાનાઓ ગત રાત્રીના સમયે પોતાના ઘરે હતી.તે દરમ્યાનન તેનો પતિ રણજીત બાલુ વસાવાએ પત્ની જ્યોત્સના ચારિત્ર્ય વિશે ખોટો વહેમ રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો.જે ઝઘડા દરમ્યાન એકાએક ઉશ્કેરાયેલા રણજીતે જ્યોત્સનાને કુહાડીના ઘા ઝીંકી હુમલો કરતા હુમલામાં જ્યોત્સનાને ગળાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.ઘટનાને અંજામ આપી પતિ રણજીત બાલુ વસાવા સ્થળ ઉપરથી ફરાર થઈ જતા સ્થાનિકો દ્વારા મામલા અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને તપાસ હાથધરી હતી.
  અંકલેશ્વર રૂરલ પોલીસે ઘટના સ્થળે દોડી આવી મૃતક જ્યોત્સના વસાવાના મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાને અંજામ આપી ફરાર થયેલ પતિ રણજીત વસાવા સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.