થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાખોનો વિદેશી દારૂ ઝડપી લેતી એલસીબી બનાસકાંઠા.

Published on BNI NEWS 2022-11-18 16:45:21

    • 18-11-2022
    • 342 Views

    (પ્રતિનિધિ : દિલીપસિંહ રાજપૂત,બનાસકાંઠા)
    બનાસકાંઠા એલસીબી સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન સાથેના અનાર્મ હેડ કોન્સ દિગ્વિજયીંહ રામસીંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ખોડા પોલીસ ચોકીથી થરાદ-સાંચોર હાઈવે રોડ થરાદ બાજુ કન્ટેનર નંબર GJ.12.BY.6457 નુ પકડી લીધેલ જે કન્ટેનર માંથી ગે.કા અને વગર પાસ-પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૦૩૪ તથા છુટક બોટલ નંગ -૨૨૩ જેની કુલ બોટલ નંગ-૧૨,૬૩૧ કિ.રૂા.૫૪,૪૧,૯૯૦ તથા કન્ટેનર નં.GJ.12.BY.6457 કિ.રૂ.૧૫,૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦ તથા ડ્રાઈવીંગ લાયસન્સ તથા ગાડીના સાધનીક કાગળોની ફાઈલ,ભારતીય ચલણી નોટો કિ.રૂા.૧૦૩૦ મળી કુલ કિ.રૂ.૬૯,૫૩,૦૨૦ નો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક કમલેશભાઈ ભારમલરામ બિશ્નોઈ (બુડીયા) રહે.બુડિયા કી ઢાણી,બામરલા તા.સેડવા જીલ્લો.બાડમેર રાજસ્થાન વાળાને પકડાઈ જઈ તથા દારૂનો જથ્થો ભરાવનાર મનોહર બિશ્નોઈ (ગોદારા) રહે.સોનડી તા.સેડવા જી.બાડમેરની વિરૂધ્ધમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.