કરાલી પોલીસે મોટર સાયકલ ઉપર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડયો.

Published on BNI NEWS 2022-11-17 23:50:04

    • 17-11-2022
    • 354 Views

    (પ્રતિનિધિ : ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
    કરાલી પોલીસે રંગલી ચોકડી ઉપરથી મોટર સાયકલમાં ચોર ખાનું બનાવી લઈ જવાતો રૂપિયા ૧૧,૬૩૨ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.
    આર.પી.ચૌધરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર કરાલી નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે રંગલી ચોકડી વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન મોટર સાયકલની નીચે ચોર ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરી લઈ જવાતો ગેર કાયદેસરનો પ્રોહિ મુદ્દામાલ કરાલી પોલીસ ટીમ દ્વારા ગાડીને ઝડપી પાડી ગાડી માંથી દારૂની બોટલ નંગ ૬૪ કિંમત રૂપિયા ૧૧૬૩૨ તેમજ ગાડી કિંમત રૂપિયા ૨૦૦૦૦ આમ કુલ રૂપિયા ૩૧૬૩૨ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.