ઈખર ગામે બે સસલાના શિકાર કરનાર સાત લોકોને વન વિભાગે ૧,૭૫,૦૦૦ નો દંડ ફટકાર્યો.

Published on BNI NEWS 2022-10-01 16:22:31

    • 01-10-2022
    • 26427 Views

    - બંને મૃત સસલાના સરભાણ નર્સરી ખાતે અગ્નિ સંસ્કાર કરાયા.
    આમોદ સામાજિક વનીકરણ રેન્જનો સ્ટાફ ગત રોજ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતો.ત્યારે આમોદ તાલુકાના ઈખર ગામે બે સસલાનો શિકાર કરનાર ઈખર ગામના સાત આરોપીઓ (૧) ઝુલ્ફીકાર અસલમ કડીવાલા (૨) આદિલ અહેમદ પટેલb(૩) મહંમદ અબ્દુલ રઝાક સુણાસરા (૪) ઉઝેર અમ્માર મેમાયા (૫) હમઝા અબ્બાસ ચૌધરી (૬) આસીફ અહમદ મનભડ (૭) આકીબ ઉસ્માન પટેલને આમોદ વન વિભાગે રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.તેમજ તેમની પાસેથી છરો ચપ્પુ સહિતના હથિયારો પણ જપ્ત કર્યા હતા.ઉપરાંત એક આરોપી પાસેથી ૨૫૦૦૦ દંડ લેખે સાત લોકો પાસેથી કુલ રૂપિયા ૧,૭૫,૦૦૦ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.તેમજ કાયદાકીય કાર્યવાહી પણ ચાલુ હોવાનું આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટર ઓફિસર રમેશ ચૌહાણે જણાવ્યું હતું.
    આમોદ વન વિભાગના અધિકારીઓ બંને મૃત સસલાને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ  સરભાણ નર્સરીમાં અગ્નિ સંસ્કાર કર્યા હતા.