દાદરાનગર હવેલીના ફ્યુઅલ સ્ટાર્ટ અપ ભાગ્યલક્ષ્મી પેટ્રોલ પમ્પે તેના મોબાઈલ પેટ્રોલ પંપ વડે ડોર સ્ટેપ ડીઝલ ડિલિવરી શરૂ કરી.

Published on BNI NEWS 2021-05-31 13:52:33


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 31-05-2021
  • 825 Views

  સૌજન્ય,

  ડોર સ્ટેપ ડિલિવરી એ ભારતમાં ડીઝલના વિતરણમાં નવી ક્રાંતિ સર્જી છે.ભારતની ડિઝલની વધતી જતી જરૂરિયાત માટે તે એક અસરકારક ઉપાય છે.ઉદ્યોગોની મોટી મશીનરીઓ, હોસ્પિટલમાં જનરેટર, નાગરિક સંસ્થાઓ અને ગામડામાં ટ્રેક્ટર વગેરેની સરળ કામગીરી માટે ડીઝલ ની જરૂરિયાત રહે છે. ડીઝલની ખરીદીમાં મુશ્કેલી ન પડે અને છેવાડાના વિસ્તારના ગ્રાહકોનું જીવન સરળ બનાવવા માટે દાદરાનગર હવેલીના ફ્યુઅલ સ્ટાર્ટ અપ ભાગ્યલક્ષ્મી પેટ્રોલ પમ્પે તેના મોબાઈલ પેટ્રોલ પંપ વડે ડોર સ્ટેપ ડીઝલ ડિલિવરી શરૂ કરી છે.

  વિશાલ રાઠોડ આ ન્યુ સ્ટાર્ટઅપ ચલાવે છે જેની પાસે hpcl રીટેલ આઉટલેટ એક વર્ષથી છે. પરંતુ તેઓએ તાજેતરમાં પુણે સ્થિત રિપોઝ એનર્જીથી‌ ડબલ ડિસ્પેન્સિગ મોબાઈલ પંપ મેળવ્યો છે. જય દરેક ગ્રાહકની ડીઝલની જરૂરિયાતોને પહોંચી વળવા માટે શહેરની આસપાસ ફરશે. હાલમાં તેઓ ખાનવેલ, નરોલી, રખોલી અને સિલવાસા વિસ્તારોમાં કંપનીઓને ડીઝલ સપ્લાય કરી રહ્યા છે. 

  વિશાલ જણાવે છે “મારું બીબીએ એલએલબી પૂર્ણ કર્યા પછી મેં પેટ્રોલિયમ ઉદ્યોગમાં પ્રવેશવાનું વિચાર્યું, તેથી મેં પેટ્રોલ પમ્પ ખરીદ્યો. પછી મને ડોરસ્ટેપ ડીઝલ ડિલિવરીની વિભાવના જાણવા મળી, તેથી મેં તેને અમારા શહેરમાં લાવ્યો, જેથી ઘણી કમ્પનીઓ આ સેવાઓનો લાભ મેળવી શકે."

  ડોર સ્ટેપ ડીઝલ ડિલિવરીને સરકારે મંજૂરી આપી છે અને એ ડીઝલના અસરકારક વિતરણની નવા યુગની કલ્પના છે. કારણ કે તે ફ્યુઅલ સ્ટાર્ટઅપ ને ગુણવત્તા જાળવવા અને ગ્રાહકો માટે બળતણની ઉપલબ્ધતા બનાવવા માટે પરવાનગી આપે છે.તેનાથી કૃષિ ક્ષેત્ર, હોસ્પિટલો, હાઉસિંગ સોસાયટી, મોટી મશીનરી સુવિધાઓ, મોબાઇલ ટાવરો વગેરેને ધણો ફાયદો થશે. 

  અગાઉ ડીઝલના જથ્થાબંધ ગ્રાહકોએ તેને બેરલમાં રિટેલ આઉટલેટ્સ માંથી ખરીદવું પડતું હતું.પરંતુ જે ઉર્જા પ્રાપ્તિમાં ઘણાં સ્પિલેજ અને ડેડ માઇલેજનું કારણ બને છે.કાર્યક્ષમ ઉર્જા વિતરણ માળખામાં અભાવ હતો. ઉપરાંત, ડોર-સ્ટેપ ડીઝલ ડિલિવરી આવી ઘણી સમસ્યાઓ હલ કરશે અને જથ્થાબંધ ગ્રાહકોને સૌથી વધુ કાનૂની રીતે ડીઝલ પ્રદાન કરશે.