ડાયાબિટીઝ ઈન્સ્યુલિન ઈન્જેક્શન અંગે ખોટો ભ્રમ ફેલવાવાનું બંધ કરવું જોઈએ : યુનાઈટેડ ડાયાબિટીઝ ફોરમ.

Published on BNI NEWS 2021-05-12 12:20:25


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 12-05-2021
  • 702 Views

  મુંબઈ,

  સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય સોશ્યલ મીડિયા પર ડાયાબિટીઝ ઈન્સ્યુલિન ઈન્જેક્શ અંગે ભ્રમ ફેલાવનારાઓને રોકો – યુનાઇટેડ ડાયાબિટીઝ ફોરમ

  આજે લોકોમાં ડાયાબિટીઝની બિમારી ઘણા લોકોમાં જોવા મળે છે, જે આગળ જતા અન્ય બિમારીઓનું કારણ બને છે.ડાયાબિટીઝ જોકે બે પ્રકારના હોય છે, એક ટાઇપ-1 જે પાંચ ટકા જેટલા દરદીઓમાં હોય છે, અને એ મોટાભાગે બાળકોને થાય છે અને એની સારવાર નિયમીત રીતે ઇન્સ્યુલિન ઈન્જેક્શન જ છે અને ટાઈપ-2 જે 95 ટકા દરદીને થાય છે અને એ દવાઓ તથા પરેજી પાળવાથી નિયંત્રણમાં રહે છે.જોકે 10-15 વરસ બાદ આમાંથી ઘણાને ઇન્સ્યુલિનની જરૂર પડે છે. ટાઇપ-1 ડાયાબિટીઝ જે મોટાભાગે બાળકોને થાય છે, એનો ઈલાજ માત્ર નિયમીત ઈન્સ્યુલિન ઈન્જેક્શન છે અને દેશ-વિદેશમાં આનો ઈલાજ એક જ છે.પરંતુ અમુક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે કે એની સારવાર તેમની ગોળી,યોગ અને ધ્યાન વગેરેથી થઈ શકે છે.જો તેમની વાતમાં આવી લોકો ઈન્સ્યુલિનના ઈન્જેક્શન બંધ કરી દે તો તેમની જિંદગી જોખમમાં મુકાઈ શકે છે.એટલે યુનાઈટેડ ડાયાબિટીઝ ફોરમના અધ્યક્ષ ડૉ. મનોજ ચાવલા, સેક્રેટરી ડૉ.રાજીવ કોવિલ અને ટ્રેઝરર ડૉ.તેજસ શાહે સ્વાસ્થ્ય મંત્રાલય, ભારત સરકાર તથા અન્ય સંસ્થાઓને પત્ર લખી આવા ભ્રમ ફેલાવવાનું બંધ કરવામાં આવે તેવી વિનંતી કરી છે.

  યુનાઈટેડ ડાયાબિટીઝ ફોરમ અસોસિયેશનના અધ્યક્ષ ડૉ. મનોજ ચાવલા કહે છે,ઈન્સ્યુલિન પાચક ગ્રંથિ (પેન્ક્રિયાઝ) દ્વારા બને છે.જયારે પેન્ક્રિયાઝમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ થાય છે,ગ્લુકોઝ એનર્જીમાં પરિવર્તિત નથી થઈ શકતું. અને બ્લડ વેસેલ્સમાં જમા થઈ ડાયાબિટીઝનું રૂપ ધારણ કરે છે અને બ્લડ વેસેલ્સમાં જમા થઈ ડાયાબિટીઝની બિમારીનું રૂપ ધારણ કરે છે.ટાઈપ-1 ડાયાબિટીઝની સારવાર માત્ર ઈન્સ્યુલિન ઈન્જેક્શન જો લોકો ખોટી અફવા કે ભણ્યા ગણ્યા વગરનાની વાતોમાં આવી ઈન્સ્યુલિન ઈન્જેક્શન બંધ કરે તો બાળકોની જિંદગી જોખમમાં આવી શકે છે.એટલે સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલય સોશ્યલ મીડિયામાં આવો ભ્રમ ફેવાનારાઓને રોકે, એ માટે આ પત્ર મોકલવામાં આવ્યો છે.