ભારતમાં વર્તમાન ઝડપે 70% વસતીને રસી આપવામાં 12.6 વર્ષ લાગશે

Published on BNI NEWS 2021-03-14 14:02:47


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-03-2021
  • 2603 Views

  - કોરોના રસીકરણ : 121 દેશોમાં રસીના 35 કરોડ ડૉઝ અપાયા
  - અમેરિકામાં રોજ 23 લાખ ડોઝ અપાય છે, ત્યાં પાંચ મહિનામાં 75 ટકા વસતીને રસી અપાઈ જશે


  અમદાવાદ, 

  ૨૦૨૦ની ૧૪મી ડિસેમ્બરે રસીની શરૃઆત થઈ હતી. આજે ૩ મહિના પુરા થઈ રહ્યાં છે, ત્યાં સુધીમાં રસીનો વ્યાપ ૧૨૧ દેશો સુધી પહોંચી ગયો છે. કેટલાક દેશોમાં સિંગલ તો કેટલાક દેશોમાં ડબલ ડોઝ અપાઈ ચૂક્યા છે. બ્લૂમબર્ગના આંકડા મુજબ અત્યાર સુધીમાં અંદાજે ૩૫ કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. અત્યારે જગતના ઈતિહાસની સૌથી મોટી રસિકરણ ઝૂંબેશ ચાલે છે. જગતમાં રોજ સરેરાશ ૮૭ લાખથી વધારે ડોઝ અપાય છે.

  રસીકરણ કરવું એ મોટો પડકાર છે અને ભારત સહીતના દેશો એ પડકારમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતમાં ૧૩મી માર્ચ સુધીમાં ૨.૮ કરોડ નાગરિકોને પ્રથમ ડોઝ અપાયો હતો. ભારતની ૧.૩૫ કરોડની વસતીના પ્રમાણમાં એ આંકડો ૧.૫૮ ટકા થયો. બન્ને ડોઝ અપાયા હોય એવી સંખ્યા તો માત્ર ૪૭ લાખ લોકોની છે. બન્ને ડોઝ અપાય ત્યારે રસીકરણ પૂર્ણ ગણાય.

  ભારતમાં અત્યારે જે દરે રસી મુકાય છે, એ જ દરે ચાલશે તો દેશની ૭૦ ટકા વસતીને આવરી લેતાં ૧૨.૬ વર્ષ જેટલો સમય લાગશે. ૧૦૦ ટકા વસતીને રસી અપાશે ત્યારે ૧૮ વર્ષ થયા હશે. ભારતમાં રસી દુનિયાના ઘણા દેશો કરતાં ઝડપથી અપાય છે, પરંતુ ભારતની વસતી મોટી છે. રસી નિષ્ણાતો માને છે કે ૯૫ ટકા વસતીને રસી અપાય જાય તો કોરોના જેવી નોર્મલ સ્થિતિ આવી માની શકાય.

  રસી આપવામાં અમેરિકા આગળ છે. ત્યાં રોજના ૨૩ લાખથી વધારે ડોઝ અપાય છે. એ હિસાબે ૭૫ ટકા વસતીને આગામી પાંચ મહિનામાં બે ડોઝ અપાઈ ચૂક્યા હશે. ભારતમાં સરેરાશ ૧૩ લાખ ડૉઝ દૈનિક ધોરણે અપાય છે. ઈઝરાયેલે તમામ વસતીને એક એક ડોઝ આપી દીધો છે, કેમ કે તેની વસતી ૯૧ લાખથી વધારે નથી.

    

  રસીકરણ ધીમું ચાલવાના કારણો

  - રસીની સફળતા અંગે લોકોમાં શંકા-કુશંકા

  - સરકાર દ્વારા રસી માટે પુરતા પ્રયાસાનો અભાવ

  - નાગરિકો સુધી પહોંચવા માટે સુવિધા, ડોઝ, સ્ટાફની ઘટ

  - રસી આવી ગઈ છે, હવે તો ગમે ત્યારે લઈશું એવી લોકોની ખોટી માનસિકતા

  - દેશમાં કોરોના પહેલા કરતાં કાબુમાં આવ્યો હોવાથી સરકાર-પ્રજાની બેદરકારી

   

  સૌથી વધુ ડોઝ આપનારા દેશો

  દેશ      ડોઝ

  અમેરિકા ૧૦ કરોડથી વધુ

  ચીન     ૫.૨ કરોડથી વધુ

  યુરોપ   ૪.૭ કરોડથી વધુ

  ભારત   ૨.૮ કરોડથી વધુ

  યુ.કે.     ૨.૪ કરોડથી વધુ