ન્યાયાધીશને ટોલ પ્લાઝાના મેનેજરે ભણાવ્યો પાઠ જાણો કેમ

Published on BNI NEWS 2021-03-14 13:38:27


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 14-03-2021
  • 1388 Views

  હાઈવેના ટોલ ટેક્સ પ્લાઝા પર ટેક્સ આપવાનો આવે ત્યારે ઘણા લોકો પોતાને વીઆઈપી ગણાવીને પૈસા આપવાનો ઈનકાર કરી દેતા હોય છે. આવા જ એક કિસ્સાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં ટોલ ટેક્સ પ્લાઝાનો કર્મચારી ટોલ ટેક્સ આપવાનો ઈનકાર કરી રહેલા ન્યાયાધીશને પાઠ ભણાવતો નજરે પડે છે.

  આ વિડિયોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.જેમાં દેખાઈ રહ્યુ છે કે, ટોલ પ્લાઝા પર ન્યાયાધીશ ટેક્સ આપવા માટે તૈયાર નથી અને  એ પછી ટોલ પ્લાઝાના મેનેજર અને ન્યાયાધીશ વચ્ચે દલીલબાજી શરુ  થાય છે.

  આ વિડિયોમાં જોઈ શકાય છે કે, મેનેજર કહે છે કે, ટોલ આપવામાંથી હાઈકોર્ટના જજને મુક્તિ છે અને તમે હાઈકોર્ટના જજ નથી.તમારે ટેક્સ ભરવો જ પડશે.એ પછી દલીલબાજી પછી મેનેજર ન્યાયાધીશને ટેક્સ ભરવાની ફરજ પાડે છે.વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે આ ટોલ ટેક્સ પ્લાઝા બરેલીથી મુરાદાબાદ વચ્ચેનો છે.

  આ વિડિયોને લોકો પસંદ કરી રહ્યા છે .ભારત પુનરુથ્થાન નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર આ વિડિયો મુકવામાં આવ્યો હતો અને તેને અત્યાર સુધીમાં લગભગ પાંચ લાખ લોકો જોઈ ચુક્યા છે.