Coronaમાં 2થી 3 લાખનું બિલ જોઈ છાતીના પાટિયા બેસી જાય પણ અહીં અપાયું 8 કરોડનું બિલ

Published on BNI NEWS 2020-06-15 13:59:20

    • 15-06-2020
    • 1140 Views

    વિશ્વવ્યાપી Corona મહામારીમાં લોકો બેહાલ થઈ ગયા છે. Corona સંક્રમણનું એપિસેન્ટર ગણાતા અમેરિકામાં કોરોના બોમ્બ ફાટ્યો છે. વિશ્વમાં સૌથી વધુ સંક્રમતિ દેશ અમેરિકામાં કોરોનાને લઈને એક ચોંકી જવાય તેવા સમાચાર મળ્યા છે. અમેરિકાના સિએટલમાં એક 70 વર્ષના બુઝુર્ગને કોરોના સંક્રમણ થતાં હોસ્પિટલાઈઝ થયા હતા. 70 વર્ષીય માઈકલ ફ્લોર નામના વ્યક્તિએ 62 દિવસ સુધી કોરોના સામે લડાઈ જીતીને સ્વસ્થ થયા. પરંતુ તે પછી જે થયું તે માઈકલ માટે Coronaથી પણ વધારે ખતરનાક સાબિત થયું.

    1 દિવસનો આઈસીયુનો ચાર્જ 7.39 લાખ રૂપિયા
    હકિકતમાં 62 દિવસ હોસ્પિટલમાં કોરોના જંગ જીતીને માઈકલને જ્યારે રજા આપવામાં આવી ત્યારે 1 કે 2 નહીં પરંતુ 181 પાનાનું બીલ થપાવી દેવામાં આવ્યું હતું. બીલનો આંકડો સાંભળીને તમે ચોંકી જશો. કોરોના ટ્રીટમેનટનું બીલ 1 કે બે લાખ નહીં પરંતુ 8.35 કરોડ રૂપિયા(1.1 મિલિયન ડોલર ) નું બીલ થયું હતું. માઈકલે સિએટલના એક સ્થાનિક અખબારને જણાવ્યું હતું કે તેનું આઈસીયુનું એક દિવસનું લગભગ 7.39 લાખ રૂપિયા રોજનો ચાર્જ લેવામાં આવતો હતો. જ્યારે રૂમમાં રાખવાનું 42 દિવસનું 3 કરોડ 10 લાખ રૂપિયા બીલ ચુકવી દેવામાં આવ્યું છે. આ સિવાય 29 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવાનો હોસ્પિટલે 62.28 લાખ રૂપિયા ચાર્જ કર્યો છે.

    સરકારી ઈન્સ્યોરન્સ હોઈ માઈકલ પોતાને ટેક્સપેયરોના માની રહ્યા છે અપરાધી
    સ્થાનિક અખબાર મુજબ માઈકલ વડિલો માટે બનાવેલી સરકારી ઈન્સ્યોરન્સ કવરમાં આવે છે. એટલા માટે તેને પોતાના ખિસ્સામાંથી બિલ નહીં દેવું પડે. ત્યાં માઈકલનું કહેવું છે કે આટલું મોટું બીલ જોયા પછી તે પોતાને અપરાધી માની રહ્યા છે. તેઓને ચિંતા છે કે ટેક્સપેયરના હિસ્સામાંથી આટલા રૂપિયા જશે. અમેરિકી સરકારે Corona વાયરસની મહામારી જોતા હોસ્પિટલને 10 કરોડ ડોલરની મદદની જાહેરાત કરી છે. અમેરિકામાં અત્યાર સુધી 21 લાખથી વધારે લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1.18 લાખ જેટલા લોકોના મોત પણ થયા છે.