અમેઝોનનાં જંગલોમાં પણ પહોંચ્યો Corona, ખતરામાં આદિવાસીઓ

Published on BNI NEWS 2020-05-26 12:09:02

  • 21 hours ago
  • 1083 Views

  Corona વાયરસ તે વિસ્તારો અને જંગલોમાં પણ પહોંચી ગયો છે, જ્યાં એક સમયે સામાન્ય માણસો પણ જવામાં ખચકાતા હતા. આ ખતરનાક અને દુનિયાનાં ફેંફ્સા કહેવાતા એમેઝોન ફોરેસ્ટ છે. બ્રાઝિલના એમેઝોન જંગલોમાં હાજર આદિવાસીઓમાં પણ Corona વાયરસનો ચેપ ફેલાયો છે. આ કારણે સેંકડો આદિવાસી લોકોનાં મોત નીપજ્યાં છે. બ્રાઝિલના એમેઝોન વિસ્તારમાં હાલમાં 60 જાતિના આદિવાસીઓ Corona વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધી અહીં 980 કેસ આવ્યા છે. તો, 125 લોકોનાં મોત નીપજ્યાં છે.
  Corona વાયરસને કારણે મૃત્યુ દર 6.4 ટકા
  બ્રાઝિલના અધિકારીઓ, જેમણે એમેઝોન વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું, તેમણે કહ્યું કે આ ક્ષેત્રમાં પાયાની આરોગ્ય સુવિધાઓની તીવ્ર અછત છે. અહીં ચેપ ઝડપથી ફેલાય છે. એમેઝોનના જંગલોમાં Corona વાયરસ કોવિડ-19નો મૃત્યુદર 12.6 ટકા છે. જોકે, બ્રાઝિલમાં Corona વાયરસને કારણે મૃત્યુ દર 6.4 ટકા છે.  બ્રાઝિલમાં લગભગ 9 લાખ આદિવાસી લોકો છે. તેઓ જંગલોથી ઘેરાયેલા ગામોમાં રહે છે. એપ્રિલમાં, પ્રથમ આદિવાસી વ્યક્તિનું એમેઝોનમાં Corona વાયરસથી મૃત્યુ થયું હતું. તે 15 વર્ષનો હતો.
  બ્રાઝિલમાં 363,211 લોકો Corona સંક્રમિત
  હવે બ્રાઝિલની સરકાર એ જાણવાના પ્રયાસો કરી રહી છેકે,આ જાતિના લોકો કોઈ પણ બાહ્ય વ્યક્તિને તેમના વિસ્તારમાં આવવા દેતા નથી. આવી સ્થિતિમાં, આ જંગલોમાં Corona વાયરસનો ચેપ કેવી રીતે ફેલાયો? આઇસીયુ હોસ્પિટલો 90 ટકા આદિવાસી સમુદાયના ગામોથી ઓછામાં ઓછી 320 કિમી દૂર છે. જ્યારે, તેઓ 10 ટકા આદિવાસી ગામોથી 700 થી 1100 કિમી દૂર છે. જ્યારે કોઈ બીમાર હોય, ત્યારે તે વ્યક્તિને પહેલા બોટથી બાદમાં પ્લેનથી હોસ્પિટલમાં લઈ જવી પડે છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં Corona વાયરસથી 363,211 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જોકે, 22,666 લોકોનાં મોત નીપજ્યાં છે.