india માં Corona સંક્રમિતોની સંખ્યા 1.24 લાખને પાર, સૌથી વધુ કેસ આ રાજ્યમાં

  • india માં Corona સંક્રમિતોની સંખ્યા 1.24 લાખને પાર, સૌથી વધુ કેસ આ રાજ્યમાં

    • 23-05-2020
    • 1860 Views

    દેશમાં કોરોના (Corona) સંક્રમિતોની સંખ્યા એક લાખ 24 હજારને પાર થઈ. તો કોરોનાના કારણે 3,700થી વધુ લોકોના મોત થયા. દેશમાં શુક્રવારે ૬ હજારથી વધુ કેસ નોંધાયા. દેશમાં સૌથી વધારે કેસ 44 હજાર 582 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તો 1 હજાર 517 લોકોના મોત થયાં. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં 14 હજાર 753 કેસ નોંધાયા છે. તો ગુજરાતમાં 13 હજાર 273 કેસ, દિલ્હીમાં 12 હજાર 319 કેસ, રાજસ્થાનમાં 6 હદાર 494 કેસ મધ્ય પ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં સતત વધી રહેલા કેસના કારણે સરકારની ચિંતામાં પણ વધરો થયો છે. દેશમાં લોકડાઉન લાગુ હોવા છતા સતત કેસ વધી રહ્યા છે.

    દેશમાં કોરોનાના કેસ ૧.૨૪ લાખને પાર
    કોરોનાથી મૃત્યુઆંક ૩,૭૦૦ને પાર
    મહારાષ્ટ્રમાં ૪૪ હજારથી વધુ કેસ
    તમિલનાડુ અને ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા
    દુનિયામાં કોરોના (Corona) વાયરસની મહામારી વચ્ચે બ્રિટનમાં વાયરસની રસીનું ટ્રાયલ બીજા તબક્કામાં પહોંચી ગયુ છે. હવે કોરોનાની રસીનું ટ્રાયલ બાળક અને વૃદ્ધ પર કરવામાં આવશે. ટ્રાયલ સફળ થશે તો 10 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી શકે છે. ભારતે પણ આ રસીનું ટ્રાયલ 80 ટકા સુધી સફળ થવાની આશા વ્યક્ત કરી છે.  ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રસીનું ટ્રાયલ કરી રહેલી ટીમનું કહેવુ છે કે, કોરોનાની રસીના બીજા તબક્કાના ટ્રાયલની શરૂઆત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ દુનિયાની સૌથી મોટા રસી નિર્માતા એસઆઈઆઈનું કહેવુ છેકે, કોરોનાની રસીની શોધ માટે બે વર્ષનો સમય લાગી શકે છે.  

    બ્રિટનમાં કોરોનાની રસી માટે બીજા તબક્કાનું ટ્રાયલ
    વૃદ્ધ અને બાળકો પર કરવામાં આવશે ટ્રાયલ
    રસીની ટ્રાયલ ૧૦ હજારથી વધુ લોકો પર કરાશે
    અમેરિકામાં સતત વધી રહ્યા છે Coronaના કેસ
    અમેરિકામાં કોરોના (Corona) ના કેસની સંખ્યા 16 લાખ 45 હજારને પાર થઈ છે. જ્યારે કે, 97 હજારથી વધુ લોકોના મોત થયા. તો 234 કલાકમાં 1 હજાર 260 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. સતત વધી રહેલા મોતના આંકડાના કારણે અમેરિકાનો રાષ્ટ્રધ્વજ ત્રણ દિવસ સુધી ઝુકેલો રહેશે.

    ત્રણ દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજને ઝુકાવીને રાખવામાં આવશે
    ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ કે, અમેરિકામાં કોરોનાના કારણે જીવ ગુમાવનાર લોકોની યાદમાં તમામ સંઘીય ઈમારત અને રાષ્ટ્રીય સમારક પર ત્રણ દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજને ઝુકાવીને રાખવામાં આવશે. ટ્રમ્પે અમેરિકામાં મંદિર અને ચર્ચ ખોલવાની સૂચના આપી છે. તો ટ્રમ્પ કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે અન્ય છૂટછાટ આપવાની પણ તૈયારી કરી રહ્યા છે.

    અમેરિકામાં કોરોનાના કેસ ૧૬.૪૫ લાખને પાર
    કોરોનાથી ૯૭ હજારથી વધુના મોત
    વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 53 લાખને પાર
    દુનિયામાં કોરોના (Corona)ના કેસની સંખ્યા 53 લાખને પાર થઈ છે. જ્યારે કે, 3.39 લાખ લોકોના મોત થયાં. દુનિયામાં સૌથી વધુ 16 લાખથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા. અમેરિકા બાદ બ્રાઝિલમાં 3.32 લાખ કેસ તો 21 હજારથી વધુ લોકોના મોત થયા છે. રશિયામાં 3.26 લાખ કેસ અને 3 હજારથી વધુ કેસ નોંધાયા છે. સ્પેનમાં 2.81 લાખ કેસ અને 28 હજાર લોકોના મોત થયા છે. યુકેમાં 2.54 લાખ કેસ અને 36 હજારથી વધુ લોકોના મોત થયા. ઈટાલીમાં 2.28 લાખ કેસ અને 32 હજારથી વધુ લોકોના મોત થયા છે.

    દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૫૩ લાખને પાર
    કોરોનાથી ૩.૩૯ લાખ લોકોના મોત
    અમેરિકા બાદ સૌથી વધુ બ્રાઝિલમાં ૩.૩૨ લાખ કેસ
    સ્પેનમાં ૨.૮૧ લાખ કેસ અને ૨૮ હજાર લોકોના મોત
    રશિયામાં ૩.૨૬ લાખ કેસ