નિર્મલા સીતારમણ રજૂ કરશે ક્યા સેક્ટરમાં કેટલો થશે ખર્ચ, 20 લાખ કરોડની બ્લૂ પ્રિન્ટ આપશે

 • નિર્મલા સીતારમણ રજૂ કરશે ક્યા સેક્ટરમાં કેટલો થશે ખર્ચ, 20 લાખ કરોડની બ્લૂ પ્રિન્ટ આપશે

  • 13-05-2020
  • 1045 Views

  નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે જાણકારી આપશે. આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ આપેલા સંદેશામાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે 20 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ પેકેજ દેશના જીડીપીના 10 ટકા ભાગ છે. ત્યારે આ પેકેજમાંથી ક્યાં સેક્ટરમાં કેટલા રૂપિયા ખર્ચ થશે, તે અંગેની બ્લૂ પ્રિન્ટ રજૂ કરશે.

  PM નરેન્દ્ર મોદીએ કોરોનાની જીવલેણ મહામારી વચ્ચે લોકડાઉન 4.0ની જાહેરાત કરી છે. રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમે જણાવ્યું કે લોકડાઉન 4.0 માટે પણ સંપૂર્ણ તૈયારી રાખવી પડશે. જોકે હવે લોકડાઉન જેટલા દિવસો સુધી લંબાવવામાં આવશે તે અગાઉના લોકડાઉન કરતા તદ્દન અલગ હશે. દેશમાં કોરોનાના સંકટ વચ્ચે પીએમ મોદીએ  20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે.

  પીએમ મોદીએ  20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી
  ત્યારે આ પેકેજ અંગે નાણા પ્રધાન નિર્મલા સીતારમને વિસ્તારથી માહિતી આપશે.પીએમ મોદીએ મંગળવારે દેશની અર્થવ્યસ્થાને ગતિશિલ બનાવવા માટે 20 લાખ કરોડના પેકેજની જાહેર કર્યુ. આ પેકેજ દેશના 10  ટકા જીડીપી બરાબર છે. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, આ આર્થિક પેકેજ શ્રમિકો, ખેડુતો, ગૃહ ઉદ્યોગો, એએસએમઇ, ટેક્સદાતાઓ માટે હશે.

  આર્થિક પેકેજ કેવા પ્રકારનું હશે તે અંગે નાણા વિભાગ આપશે જાણકારી
  નાણા પ્રધાન આજે આર્થિક પેકેજના બ્લૂ પ્રિન્ટની કરશે જાહેરાત
  પીએમ મોદીએ મંગળવારે ૨૦ લાખ કરોડના પેકેજની કરી છે જાહેરાત
  આર્થિક પેકેજ કેવા પ્રકારનું હશે તે અંગે નાણા વિભાગ આપશે જાણકારી
  આ પેકેજ દેશના 10  ટકા જીડીપી બરાબર
  પીએમ મોદીની જાહેરાત બાદ સ્પષ્ટ છે કે દેશવાસીઓને આગામી 17મી તારીખે લોકડાઉનથી સંપૂર્ણપણે મુક્તી નહીં મળે અને તેને લંબાવવામાં આવશે જોકે તેની સંપૂર્ણ વિગતો 18મી તારીખ પહેલા આપી દેવામાં આવશે તેમ મોદીએ કહ્યું હતું. આ સાથે જ આર્થિક સંકટને પહોંચી વળવા માટે 20 લાખ કરોડ રૂપિયાના વિવિધ રાહત પેકેજની જાહેરાત પણ કરી હતી, જેની વિગતો બુધવારે નાણા પ્રધાન નિર્ણલા સિતારામન આપશે.