પાકિસ્તાનમાં એક હિંદુ યુવક એરફોર્સમાં પાયલોટ બન્યો : પાકિસ્તાની વાયુસેનામાં જીડી પાયલટ તરીકે નિમણુંક.

 • પાકિસ્તાનમાં એક હિંદુ યુવક એરફોર્સમાં પાયલોટ બન્યો : પાકિસ્તાની વાયુસેનામાં જીડી પાયલટ તરીકે નિમણુંક.

  • 05-05-2020
  • 495 Views

  સૌજન્ય,
  પાકિસ્તાનના ઇતિહાસમાં પહેલી વાર એક હિન્દુ યુવકને વાયુસેનામાં પાયલોટ તરીકે નિમણૂક કરવામાં આવ્યો છે. રાહુલ દેવ નામનો આ યુવક પાકિસ્તાની વાયુસેનામાં જીડી પાયલટ તરીકે નિમણુંક પામ્યો છે. 
  પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ રાહુલ દેવ સિંધ પ્રાંતના સૌથી મોટા જીલ્લા થરપારકરનો રહેવાસી છે, આ જીલ્લામાં પાકિસ્તાની હિન્દુઓ વસે છે. વિકાસથી વંચિત આ વિસ્તાર માંથી રાહુલ પહેલો યુવક છે.જે પાકિસ્તાની વાયુસેનામાં નિમણૂક મેળવવામાં સફળ થયો છે. 
  ઓલ પાકિસ્તાની હિન્દુ પંચાચતે આ અવસર પર ખુશી વ્યક્ત કરી હતી.સચિવ રવિ દવાનીના કહેવા મુજબ પાકિસ્તાની સરકાર અલ્પસંખ્યકો પર ધ્યાન આપે તો આવનારા સમયમાં રાહુલ દેવ જેવા યુવકો દેશસેવા કરી શકશે. 
  હાલમાં જ પાકિસ્તાની માનવાધિકાર આયોગે તેની વાર્ષિક રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે ૨૦૧૯ માં પાકિસ્તાનનો માનવાધિકાર બાબતે ખરાબ રેકોર્ડ છે.
  આયોગે રિપોર્ટમાં કહ્યુ હતું કે કોરોના મહામારીને લીધે નબળો વર્ગ અને ખાસ કરીને ધાર્મિક અલ્પસંખ્યકોની સ્થિતિ દયનીય બનતી જાય છે.
  આયોગે રિપોર્ટમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાની ધાર્મિક અલ્પસંખ્યક સમુદાય તેની ધાર્મિક સ્વતંત્રતા કે માન્યતાનો લાભ ઉઠાવવા માટે સક્ષમ નથી, જેનો અધિકાર પાકિસ્તાની બંધારણે તેઓને આપ્યો હતો. 
  ૨૦૧૯ માં માનવાધિકારની સ્થિતિ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનમાં ઘણા બધા સમુદાયો માટે તેમના ધર્મસ્થળો સાથે ભેદભાવ કરવામાં આવે છે,યુવતીઓનુ અપહરણ કરી ધર્માંતરણ કરવામાં આવે છે, અહીંની રોજગારી તકોમાં પણ ભેદભાવ કરવામાં આવે છે.