ભારતમાં ૨૦ મે સુધીમાં ખતમ થઈ શકે છે કોરોના વાયરસઃ સિંગાપુર યુનિવર્સિટીનું રિસર્ચ.

 • ભારતમાં ૨૦ મે સુધીમાં ખતમ થઈ શકે છે કોરોના વાયરસઃ સિંગાપુર યુનિવર્સિટીનું રિસર્ચ.

  • 26-04-2020
  • 1058 Views

  સિંગાપુરઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તેનું સંક્રમણ ક્યારે ખતમ થશે તેને લઈને અલગ-અલગ દાવો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સિંગાપુર (Singapore)ની એક યુનિવર્સિટી એ સારા સમાચાર આપ્યા છે. ડેટા સાયન્સ (Data Science)ના માધ્યમથી દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ૨૦ મે ની આસપાસ કોરોના વાયરસ (COVID-19)ખતમ થઈ શકે છે. નોંધનીય છે કે ભારત (India)માં હાલ કોરોના સંક્રમણના કારણે ૩ મે સુધી લૉકડાઉન (Lockdown) લાગુ છે.

  ડેટાના આધારે કરવામાં આવ્યું રિસર્ચ

  સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇન (SUTD)એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કોરોના વાયરસને ફેલાવવાની ઝડપનું વિશ્લેષણ કર્યું છે. યુનિવર્સિટી મુજબ, આ ડેટા દર્દીના સાજા અને સંક્રમિત થવાના આધારે છે. આ વિશ્લેષણ susceptible-infected-recovered (SIR)ને આધારિત છે. યુનિવર્સિટીએ લગભગ તે તમામ દેશોના ડેટાના આધારે રિસર્ચ કર્યું છે જ્યાં કોરોનાનું વધુ સંક્રમણ છે. ખાસ વાત એ છે કે તેના ડેટા આધારિત ગ્રાફને જોયા બાદ જાણવા મળ્યું કે ઈટલી અને સ્પેનમાં એ લગભગ સાચું પુરવાર થઈ રહ્યું છે. આ બંને દેશોમાં તે મેના પહેલા સપ્તાહમાં ખતમ થઈ શકે છે.કેસોની સંખ્યા ઘટી રહી છેસરકારે શનિવારે કહ્યું કે દેશમાં કોવિડ-૧૯ ના કેસ બેગણા થવાની સરેરાશ દર હાલ ૯.૧ દિવસ છે. હાલ દેશમાં સંક્રમણથી મૃત્યુ દર ૩.૧ ટકા છે જ્યારે (સંક્રમિત) દર્દીના સંક્રમણ મુક્ત થવાની ટકાવારી ૨૦ ટકાથી વધુ છે. જે મોટાભાગના દેશોની તુલનામાં સારી છે. દેશમાં લૉકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. દેશના ૧૧  રાજ્ય એવા છે જ્યાં દર્દીઓનો આંકડો ૧૫૦ સુધીનો છે. પરંતુ હજુ સુધી એક પણ દર્દીનું મોત નથી થયું.