દુનિયા લોકડાઉન થી ત્રસ્ત : ચીન બનાવી રહ્યુ છે સૌથી મોટુ ફુટબોલ સ્ટેડિયમ.

 • દુનિયા લોકડાઉન થી ત્રસ્ત : ચીન બનાવી રહ્યુ છે સૌથી મોટુ ફુટબોલ સ્ટેડિયમ.

  • 21-04-2020
  • 934 Views

  દુનિયાભરમાં લોકો કોરોના વાયરસથી પરેશાન છે અને ચીન પોતાના મોટા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી ચુક્યું છે. તેણે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમના નિર્માણ પર કામ શરૂ કરી દીધું છે. આ સ્ટેડિયમ કમળના આકારનું હશે.
  પ્રોફેશનલ ક્લબ ગ્લાંગઝૂ એવરગ્રાંડે આ સ્ટેડિયમ બની રહ્યુ છે.તેને બનાવવામાં આશરે ૧૩ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.આ સ્ટેડિયમમાં એકવારમાં ૧  લાખ લોકો બેસી શકશે.
  આ સ્ટેડિયમ ૨૦૨૨ સુધી બનીને તૈયાર થઈ જશે.આ સ્ટેડિયમમાં ૧૬ વીવીઆઈપી પ્રાઇવેટ રૂમ હશે.૧૫૨ વીઆઇપી પ્રાઈવેટ રૂમ હશે. ફીફા એરિયા અને એથલિટ એરિયા હશે.તેના ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમમાં ૨૦૦ થી વધુ ટ્રક દેખાડવામાં આવ્યાં.આ કામમાં લાગી ચુક્યા છે.
  સ્ટેડિયમમાં મેચની કવરેજ માટે અલગ પ્રકારનો મીડિયા એરિયા અને પ્રેસ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.હાલ પ્રોફેશનલ ક્લબ ગ્વાંગઝૂ એવરગ્રાંડેના કોચ છે ફાબિયો કેનાવારો. સ્ટેડિયમના ગ્રાઉન્ડ બ્રેકિંગ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત હતા.
  હાલ દુનિયામાં સૌથી મોટુ સ્ટેડિયમ સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનુ કેંપ નાઉ સ્ટેડિયમ છે.તેની ક્ષમતા ૯૯,૩૫૪ છે.આ ક્લબ હજુ અન્ય બે સ્ટેડિયમ બનાવવા માંગે છે.