જંબુસરના ભાણખેતર ગામે શંકર સ્વરૂપ,ત્રિનેત્રાય,એકદંતાય,લંબોદર,ચંદ્રમૌલેશ્વર અને જમણી સૂંઢ થી દૈદિપ્યમાન ગણપતિ.

Published on BNI NEWS 2021-09-11 11:22:19


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 11-09-2021
  • 2840 Views

  ભરૂચ જીલ્લાના જંબુસર થી થોડેક દૂર આવેલું ભાણખેતર નામનું ગામ આવેલું છે.જ્યાં સદીયો પહેલા મહર્ષિ યાજ્ઞવલ્ક્યજી એ તપ કરીને ભાનુ (સૂર્ય) ની ઉપાસના કરી અને સૂર્યને નીચે ઉતરવાની ફરજ પાડી હતી.તેથી આ તપોભૂમિ ભાનુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ હતી અને વર્ષો વીતતાં ભૌનક્ષેત્રનું અપભ્રંચ થઈ ભાણખેતર નામે આજે પ્રચલીત થઈ ઉઠ્યું છે.
  જંબુસર તાલુકામાં આવેલું આ ભાણખેતર ગામે આશરે ૪૦૦ વર્ષ પહેલાં સાધુ મહાત્માઓ ની સાથે શ્રી મોતીરામજી ની પવિત્ર ભૂમિ પર માટી,ચુના અને કામળીના મિશ્રણ માંથી બેઠેલા ગણપતિ ની મૂર્તિ બનાવવમાં આવી હતી.જે આજે પણ એજ સ્થિતિ માં છે.ગણપતિની મૂર્તિ શંકર સ્વરૂપ,ત્રિનેત્રાય,એકદંતાય,લંબોદર,ચંદ્રમૌલેશ્વર અને જમણી સૂંઢ થી દૈદિપ્યમાન છે.આવું સ્વરૂપ અને આવી વિરાટ પ્રતિમા બીજે ક્યાંય નથી.આ ગણપતિ ચમત્કારી,સૌનું કલ્યાણ કરનાર,વિઘ્નહર્તા અને સર્વમંગલ કર્તા દેવ છે.આ મંદિર માં અવારનવાર સ્વયંભૂ શંખનાદ સંભળાતો હોવાની દંતકથા જોડાયેલી છે.
  ભાણખેતર ગામે અન્ય દેવી દેવતા ઓ ના મંદિર પણ આવેલા છે જેમાં મસાણીમાતા,રામજી મંદિર, પૌરાણિક મંદિર તથા વૈષ્ણવો ની બેઠકો પૈકી ની હરિરાયજી મહાપ્રભુજી ની બેઠક પણ આવેલી છે.સનાતન વૈદીક હિન્દૂ ધર્મ ના ઉપાસક દેવતાઓ માં ભગવાન ગણેશજી ખુબ જ મહત્વ ધરાવે છે.અહીં યોજાતા ધાર્મિક અથવા માંગલિક કાર્ય નો આરંભ ગણેશજી ની પુંજા આરાધના વિના મહત્વપૂર્ણ રહેતો નથી.
  ગણેશ નો અર્થ છે કે ગુણો ના સ્વામી,આપણાં શરીર માં પાંચ જ્ઞાનેન્દ્રીયો,પાંચ કર્મેન્દ્રીઓ તથા ચાર અંતઃકરણ છે.આની પાછળ જે શક્તિઓ છે એને જ ૧૪ દેવતા કહેવાય છે.રિદ્ધિ-સિદ્ધિ ના દાતા ગણપતિ બાપા ના ગણેશ ચોથ ના દિવસ થી અબાલવૃદ્ધ સૌ તેઓની આરાધના કરવા લાગ્યા છે.ભાણખેતર ગણપતિ ના મંદિરે દરરોજ ગામ ની મહિલા મંડળ દ્વારા ભજન-કિર્તન કરવામાં આવે છે અને મહિલાઓ ગણપતિ ની આરાધનામાં લીન થઈ જાય છે.