પેટ્રોલ-ડીઝલમાં જંગી ભાવ વધારાથી ભંગારના વેપારીનો અનોખો જુગાર : નેત્રંગમાં ભંગારના વેપારીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી.

Published on BNI NEWS 2021-09-02 15:31:41


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 02-09-2021
  • 3103 Views

  ૪૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચાલે છે : સાયકલ બનાવવા માટે ૨ મહિનો સમય થયો.

  પેટ્રોલ-ડીઝલના પ્રતિ લીટર ભાવનો સદી વટાવી ચુક્યો છે.ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ પડતા ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.સામાન્ય પરીવારોના માથે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારોથી ચિંતાના વાદરો ધેરાઈ રહ્યા છે.તેવા સમયે નેત્રંગના લાલમંટોડી વિસ્તારના ઈમ્તીયાઝભાઈ ખત્રીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી છે.જેની વિશેષતાની વાત કરીતો સાયકલમાં ચાર ટાયર છે.૨૪ વોલ્ટની મોટર છે,૧૨-૧૨ વોલ્ટની બે બેટરી છે.૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચાલે છે.બેટરી ફુલ ચાર્જ કર્યા બાદ ૫૦ કિમી સુધી ચાલી શકે છે.સાયકલનું વજન ૬૦ કિ.ગ્રા હોવાથી નાના બાળકથી લઇને યુવકો પણ આસાનીથી હંકારી શકે છે.જેવી રીતે ફોરવ્હીલ કારમાં પગથી એક્સીલીટર અને બ્રેક કરી શકાય છે,તેવી જ રીતે આ સાયકલને પણ એક્સીલીટર-બ્રેક મારી શકાય છે.આ સાયકલને બનાવા માટે ભંગારનો વેપારીને ૨ મહિનાનો સમય થયો હતો.તમામ જરૂરી સાધનો વેપારીએ વેસ્ટ માંથી બેસ્ટ એટલે ભંગાર માંથી જ ઉપયોગ કર્યો છે અને મામુલી ખર્ચ રૂ.૫૦૦૦ આસપાસ થયો છે.

  ઉલ્લેખનીય છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી ગરીબ-મધ્યમ વર્ગના પરીવારોને મોટર સાઈકલ કે ફોરવ્હીલ વાહનો પર વડે તેમ નથી.ત્યારે તેના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વાહનો છે.ત્યારે ભંગારના વેપારીએ પોતાની આગવી સુઝબુઝથી સાયકલ બનાવીને ગરીબ-મધ્યમ પરીવાર માટે પૈસાની બચતની સાથે એક પ્રેરણારૂપ કામગીરી કરી છે.ઈલેક્ટ્રિક સાયકલને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી રહ્યા છે.