ગુજરાતી પત્રકારત્વના ભિષ્મ પિતામહ ગણાતા કવિ નર્મદની આજે જન્મજયંતિ.

Published on BNI NEWS 2021-08-24 13:15:52


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 16 hours ago
  • 1834 Views

  (પ્રતિનિધિ : ગુલામહુશેન ખત્રી,રાજપારડી)
  નર્મદે કવિ,સાહિત્યકાર,સમાજસુધારક ઉપરાંત  એક નિડર પત્રકાર તરીકેની ભુમિકા સુંદર રીતે નિભાવી.

  પત્રકારત્વની વાત આવે એટલે સ્વાભાવિકજ કવિ નર્મદની યાદ આવે!૨૪ મી ઓગસ્ટ ૧૮૩૩ નારોજ સુરત મુકામે જન્મેલ કવિ નર્મદના માતાનું નામ નવદુર્ગા હતુ.તેમના પિતાનું નામ લાલશંકર હતુ.કવિ નર્મદે  એક કવિ,સાહિત્યકાર,સમાજ સુધારક હોવા ઉપરાંત એક નિડર પત્રકાર તરીકેની ભુમિકા પણ સુંદર રીતે નિભ‍ાવી હતી.નર્મદને ગુજરાતી પત્રકારત્વના ભિષ્મ પિતામહ ગણી શકાય.એક સમાજ સુધારક તરીકે કલમના હથિયારથી સમાજ સુધારણાનું ભગીરથ કાર્ય ઉપાડ્યુ હતુ.નર્મદે સમાજ સુધારણા માટે ૨૫ વર્ષની ઉંમરે નોકરીમાંથી રાજીનામું આપ્યુ અને "કલમને ખોળે " જિંદગી વિતાવવાનો સંકલ્પ કર્યો. કોઇવાતે વાદવિવાદ થતા તેમનો જ્ઞાતિ તરફથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો,જોકે ત્યારબાદ તેમને જ્ઞાતિમાં પાછા લેવામાં આવ્યા હતા.ઇ.સ.૧૮૬૪ માં ડાંડિયો નામનું પાક્ષિક શરુ કર્યુ.ડાંડિયો કુલ ત્રણ શ્રેણીઓમાં પ્રકાશિત થયુ હતુ,જેમાં પ્રથમ શ્રેણીમાં ૩૨ અંકો,બીજીમાં ૨૭ અંકો તેમજ ત્રીજીમાં ૫૮ અંકો પ્રકાશિત થયા હતા.બાદમાં ડાંડિયોને "સન્ડે રિવ્યુ "સાથે ભેળવી દેવામાં આવ્યુ હતુ.કવિ નર્મદનું આ ડાંડિયો સામયિક "ગુલામ પ્રજાનું આઝાદ પત્ર" તરીકે પણ ઓળખાતુ હતુ.ઓગણીસમી સદીમાં કવિ નર્મદે તેમના પાંચ સાથીઓના સહયોગથી શરુ કરેલ ડાંડિયો સામયિકના માધ્યમથી સમાજ સુધારણાનું ભગીરથ કાર્ય ઉપાડ્યુ હતુ.ડાંડિયો પત્ર દ્વારા નર્મદે સામાજિક અને રાજકીય ભ્રષ્ટાચાર,પાખંડો,અંધશ્રદ્ધા,કુરિવાજો ઉપરાંત ઇજારાશાહિ જેવા સમાજમાં ફેલાયેલા દુષણોનો ચિતાર રજુ કરીને જનતાને જાગૃત કરવાની ઝુંબેશ ઉપાડી હતી.ઓગણીસમી સદીના કવિ નર્મદના આ પત્રકારત્વના લખાણો ખુબ જલદ હતા,તેને લઈને તત્કાલીન અંગ્રેજ સરકારને પણ ડાંડિયોના લખાણોની નોંધ લેવી પડતી ! તેથીજ કવિ નર્મદને ગુજરાતી પત્રકારત્વના ભિષ્મ પિતામહ ગણવામાં આવે છે.આજે વીર કવિ નર્મદની જન્મજયંતિના પ્રસંગે ગુજરાતી પત્રકારત્વને એક નવી રાહ બક્ષન‍ાર કવિ નર્મદ વિષે થોડુ લખવાની ઇચ્છા થઇ,ત્ય‍ારે કલમને ખોળે જિંદગી વિતાવનાર વીર કવિ નર્મદ વિષે થોડુક લખવા કલમનો સહારો લીધો ! તે સમયે ભારતમાં દેશી રજવાડાઓ વચ્ચેના આંતરિક સંઘર્ષને લઇને બ્રિટિશ સત્તાનું વર્ચસ્વ વધી રહ્યુ હતુ તેમાં ડાંડિયોએ ગુજરાતી પત્રકારત્વને નવો રાહ બતાવ્યો.પત્રકારત્વની વાત આવે ત્યારે સ્વાભાવિકજ ઓગણીસમી સદીનુ કવિ નર્મદનુ પત્રકારત્વ યાદ આવી જાય ! ક્યાં તે સમયનુ પત્રકારત્વ અને ક્યાં આજનુ પત્રકારત્વ ! આજેતો સોશિયલ મિડીયાના વધેલા વ્યાપે પત્રકારોનો પણ જાણે રાફડો ફાટી નિકળ્યો હોય એમ લાગે છે.સોશિયલ મિડીયાના સહારે એકબીજાની કોપી  કરીને આડેધડ ચલાવે રાખતા ઘણા પત્રકારો પણ આજે દેખાય છે!ત્યારે આ બધી વાતો વચ્ચે સ્વાભાવિક જ કવિ નર્મદનું એ વિરલ અને નીડર પત્રકારત્વ યાદ આવી જાય ! નર્મદ જીવનના અંત સુધી કલમના ખોળે રહ્યા અને જેટલો સમય એમણે પત્રકારત્વ કર્યુ,કલમની તાકાત બતાડી.અને કલમ તલવારથી પણ ધારદાર છે એમ સિધ્ધ કર્યુ.ગુજરાતી પત્રકારત્વના ભિષ્મ પિતામહ ગણાતા કવિ નર્મદનું  ફેબ્રુઆરી ૧૮૮૬ માં અવસાન થયુ હતુ.