જીવન શાળાના બાળકો વેસ્ટ માંથી બેસ્ટ બનાવી પોતાની સર્જનાત્મકતાની રચના કરે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે નિવૃત્ત સરકારી અધિકારી.

Published on BNI NEWS 2021-08-23 11:14:17


 • Notice: Undefined variable: news_heading_details in /home/suratxyz/indiaupdate.in/websitelayout2/detail.php on line 613

  • 23-08-2021
  • 835 Views

  (પ્રતિનિધિ : ભાવેશ પંડ્યા,ભાલોદ - ઝઘડિયા)
  સર્જનાત્મકતા એ સ્વમાન થી ખીલી ઊઠવાની કળાનું નામ છે.

  ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના નિવૃત્ત સરકારી અધિકારી ની સર્જનાત્મક વિચારસરણીને તેઓએ તેમની કળાથી ચિત્ર રૂપે દુનિયા સમક્ષ મૂકી છે.
  નિવૃત્ત સરકારી અધિકારી કૌશિકભાઈ પંડ્યાએ તેમનું નિવૃત્ત જીવન શાળાના બાળકો વેસ્ટ માંથી બેસ્ટ બનાવી પોતાની સર્જનાત્મકતાની રચના કરે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે.
  પરમ કૃપાળુ પરમાત્માએ દરેક મનુષ્યને આપેલા મગજને પોતાની કળા આપ રીતે ખીલવવા માટે નું ખુલ્લું આસમાન આપ્યું છે.કહેવાય છે ને કે તમે તમારી સદબુદ્ધિને સર્જનાત્મક તરફ વાળો તો "કર લો દુનિયા મુઠી મેં" એ ઉક્તિ સાર્થક થાય છે.આ વાતને ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના સિંચાઈ વિભાગના નિવૃત કર્મચારી કૌશિકકુમાર સી પંડ્યાએ સાર્થક કરી છે. કૌશિક ભાઈ પંડ્યા તેમની સર્જનાત્મક પ્રવૃત્તિને ભાલોદ ગામના નાના બાળકોમાં કલા પ્રત્યે જિજ્ઞાસા અને રસ કેળવાય તે હેતુસર વેસ્ટ માંથી બેસ્ટ ચિત્ર કલા ની કૃતિઓ બનાવી નાના બાળકોને સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ વાળી રહ્યા છે. કૌશિકભાઈ પંડ્યા દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ બનાવવા માટે ઘઉં ની સળી, અગરબત્તીની સ્ટીક, દીવાસળી, પેન્સિલની છાલ,નાળિયેરી છાલ તેમજ કેળના પાન જેવી અલગ અલગ પ્રકારની વેસ્ટ વસ્તુઓમાંથી વિવિધ કલાકૃતિઓ બનાવી રહ્યા છે.કૌશિકભાઈ પંડ્યાએ તેમણે વેસ્ટ માંથી બનાવેલ બેસ્ટ કલાકૃતિઓનું પ્રદર્શન પણ ભાલોદ ગામની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તેવા શુભ આશયથી રાખ્યું હતું. કૌશિકભાઈ પંડ્યા દ્વારા વેસ્ટ વસ્તુઓ માંથી વોલપીસ તેમજ દેવી-દેવતાઓ ના ફોટાઓ નું નિર્માણ કર્યું છે. પોતાની સર્જનાત્મક વૃત્તિ બાબતે કૌશિકભાઈ પંડ્યા જણાવી રહ્યા છે કે સર્જનાત્મકતાએ સ્વમાન થી ખીલી ઊઠવાની કળા નું નામ છે.કુદરતે તેના અસ્તિત્વનો પરિચય કરવા માટે દરેક માનવીને તેનો અંશ પ્રદાન કરવામાં આવ્યો છે. મારુ વેસ્ટ માંથી બેસ્ટ ચિત્ર પ્રદર્શન શાળામાં જતાં નાનાં બાળકોમાં કંઈક નવું કરવાનો વિચાર આવે તેવો જ મારો પ્રયાસ છે.સિંચાઈ વિભાગ માંથી નિવૃત્ત થયા બાદ કૌશિકભાઈ અનેક વેસ્ટ વસ્તુઓ માંથી તેમજ કેળના થડની છાલ માંથી અનેક પ્રકારના પેઈન્ટિંગ ચિત્ર તૈયાર કર્યા છે. કૌશિકભાઈ દ્વારા બનાવવામાં આવેલ વેસ્ટ માંથી બેસ્ટ ચિત્રો નિહાળી શાળાએ જતાં નાનાં બાળકોમાં પણ સારો એવો ઉત્સાહ જોવા મળ્યો છે.