માંગરોળ તાલુકાના ગામોની સીમમાં ખુંખાર દીપડા બન્યા ખેડૂતોના મિત્ર : પાકને નુકશાન કરતા ડુક્કરો ગાયબ થઈ ગયા છે અને ખેતરોમાં રાત્રે થતી ચોરીઓ બંધ થઈ.

Published on BNI NEWS 2020-09-15 17:04:49

  • 15-09-2020
  • 610 Views

  માંગરોળના લીંબાડા,વેલાછા,શેઠી,મોટીપારડી,આસરમા,સીમોદ્રા જેવા ગામોના ખેડૂતો દીપડાને પોતાનો મિત્ર માને છે કેમકે જ્યારથી આ ગામોની સીમમાં દીપડાઓ દેખાતા થયા છે.ત્યારથી ખેતીના પાકને નુકશાન કરતા ભૂંડ ગાયબ થઈ ગયા છે અને ખેતરોમાં રાત્રે થતી ચોરીઓ બંધ થઈ ગઈ છે.
  સામાન્ય રીતે ગામની સીમમાં ખુંખાર દીપડો સામે આવી જાય તો પગ નીચેથી જમીન ખસી જાય કેમકે ખુંખાર દીપડા ક્યારે હુમલા કરે કઈ નક્કી નહિ.માંડવી તાલુકામાં ૨૦૧૧ અને ૨૦૧૯ ના વરસમાં દીપડા દ્વારા ખેતમજુરોના બાળકો પર હુમલા કર્યા હતા અને તેમાં એક બાળકીનું મોત થયું હતું જયારે અન્ય બાળકો ગંભીર રીતે ઘવાયા હતા ત્યારે ખુંખાર અને માનવભક્ષી દીપડાને શૂટ કરવાની માંગ ઉઠી હતી પરંતુ આજ દીપડા ખેડૂતોના મિત્ર બની જાય તો નવાઈ લાગે.
  માંગરોળ તાલુકાના લીંબાડા,વેલાછા,શેઠી,મોટીપારડી,આસરમા,સીમોદ્રા જેવા ગામોના લોકો ખુંખાર દીપડાને તેમના મિત્ર માને છે કેમકે અવારનવાર દીપડા સામે આવી જાય તો પણ ક્યારેય હુમલા કરતા નથી પરંતુ આ ગામોમાં દીપડાઓની સંખ્યા વધી છે ત્યારથી ખેતરોમાં ઉભા પાકને નુકશાન કરતા જંગલી ભૂંડ દેખાતા બંધ થઇ ગયા છે.ખાસ કરીને ગામની સીમમાં ખેતીના પાક અને ઓજારો ની ચોરી રાત્રી દરમ્યાન થતી હતી એ પણ બંધ થઇ ગઈ છે કેમકે રાત પડતા ખુંખાર દીપડા ખેડૂતોના ખેતરો ફરતે આતા ફેરા મારતા હોય છે અને દીપડાના ડર ના કારણે જંગલી ડુક્કરો આવતા નથી સાથે ચોરીઓ પણ બંધ થઇ ગઈ છે ,વન પ્રતિનિધિ તરીકે કામ કરતા કોશલ મોદી સહીત ગામોના ખેડૂતો દીપડાના સરક્ષણ માટે કામ કરી રહ્યા છે.કોશલ મોદી અને તેમની ટીમ તેમના ફાર્મ હાઉસમાં કેમેરા ગોઠવી દીપડાઓની હિલચાલ પર નજર રાખે છે.દીપડાઓને પાણી અને ખોરાક સરળતાથી શેરડીના ખેતરમાંથી મળી જાય છે એટલે દીપડાઓ પરિવાર સાથે શેરડીના ખેતરોમાં વસવાટ કરે છે.
  હાલમાં કોશલ મોદી દ્વારા નાઈટ વિઝન કેમેરાથી દીપડાઓની અદભુત તસ્વીર લીધી છે.આ દીપડાઓ ખેડૂતો અને ખેત મજૂરોથી પરિચિત છે એટલે દીપડા હુમલા કરતા નથી કદાચ સંજોગ વસાત આમને સામને આવી જાય તો ખેડૂતો અને દીપડાઓ પોતાના રસ્તા બદલી નાખે છે.કોશલ મોદીના ફાર્મ માં કામ કરતા ખેત મજુરો ખેતરમાં જતા પહેલા દૂરબીનથી ખેતરની ફરતે નજર કરે છે જેથી દીપડા સામે ભેટો ના થાય પરંતુ આજદિન સુધી દીપડા ઓએ માંગરોળ તાલુકાના ખેડૂતો પર હુમલા કર્યા નથી ખેડૂતો દીપડાને પોતાના મિત્ર માને છે કેમકે આ નજ મિત્રના કારણે આજે તેમનો પાક અને ખેતરો સુરક્ષિત બન્યા છે.

  દીપડાઓ ખેડૂતોના સાચા મિત્ર છે : કોશલ મોદી,વન પ્રતિનિધિ
  માંગરોળ તાલુકામાં દીપડાઓ ખેડૂતોના સાચા મિત્ર બન્યા છે આમતો આ દીપડા શીડ્યુલ ૧ માં આવતું પ્રાણી છે.દીપડા સરક્ષણ હેઠળ છે આપરે પણ તેમની રક્ષા કરવી જોઈએ.દીપડા ક્યારેય હુમલા કરતા નથી દીપડાને પાંજરે પુરવામાં આવે ત્યારે જ દીપડાનો સ્વભાવ બદલાય છે.હિંસક બને છે પણ આ દીપડા ખેતરોમાં મુક્તપણે ફરે તો કોઈને નુકશાન કરતા નથી અમે દીપડાના સરક્ષણ માટે કામ કરીએ છીએ.સાથે લોકોમાં જનજાગૃતિ આવે એ માટે કામ કરીએ છીએ.

  દીપડાની હાજરીથી પાક અને ખેતરો સુરક્ષિત : ખેડૂત
  માંગરોળ તાલુકાના અનેક ગામોમાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે અને આ દીપડાઓની હાજરીના કારણે પાક ને નુકશાન કરતા જંગલી ડુક્કરો હવે દેખાતા નથી.રાત્રે ખેતરોમાં પાક અને ઓજારોની ચોરી થતી હતી એ પણ બંધ થઈ ગઈ છે.