૨૫૦ વર્ષ થી ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ : નાળીયેરી પુનમ પહેલા જ રંગરોગાન કરી મેઘરાજાની પ્રતિમાને નયનરમ્ય રૂપ આપ્યું.

Published on BNI NEWS 2020-07-31 20:02:28

  • 31-07-2020
  • 714 Views

  મેઘમેળામાં સાતમ,આઠમ,નોમ અને દશમ એમ ચાર દિવસમાં લાખો નું માનવ મહેરામણ ઉમટતું હોય છે.
  મેળો ઉજવાશે કે નહિ તે મૂંઝવણ : વહીવટી તંત્ર દ્વારા મેળા અંગે જાહેરનામું વહેલી તકે પ્રસિદ્ધ કરે તે જરૂરી. 


  ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ સતત વકરી રહ્યું છે અને છેલ્લા બે દિવસ થી ૩૩ થી વધુ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે અને દર્દીઓ સારવાર દરમ્યાન જીવ પણ ગુમાવી રહ્યા છે.ત્યારે આ વખતે મેઘરાજા નો મેળો યોજાશે કે નહિ તે અંગે નું જાહેરનામું જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ ન કરાયું હોવાના કારણે મેળો યોજાશે કે નહી અને યોજાશે તો કોરોના વકરે તો જવાબદાર કોણ?જેથી જીલ્લા વહીવટી તંત્ર મેળા અંગે નું જાહેરનામું પ્રસિદ્ધ કરે તે જરૂરી છે.BNI News
  દિન દુઃખીઓ ના જીવન માં આનંદ ના દિવસ તરીકે જો કોઈ મહત્વ નો સમય હોય તો તે છે ઉત્સવ કે મેળો.દુનીયા માં ઠેરઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઈ ને કોઈ પ્રકાર ની દંતકથા પ્રચલિત હોય છે અને એ દંતકથા ને આધારે પ્રતિવર્ષ એ મેળા ઉજવાતા જ રહે છે આવા મેળાઓ માં ભારતભર માં પ્રચલિત એવો એક મેળો તે મેઘરાજા નો મેળો આ મેળો આશરે ૨૫૦ વર્ષથી દર વર્ષે ઉજવાઈ રહ્યો છે.આ મેળો ભરૂચ માં આવેલા મોટા ભોઈવાડ માં ખુબ જ ધામધૂમ થી ભોઈ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે મોટા ભોઈવાડ માં અષાઢ માસ ની વદ ચૌદશ થી રાત્રે માટી માંથી મેઘરાજા ની ભવ્ય પ્રતિમા બનવવા માં આવે છે આ પ્રતિમા એક જ રાત માં તૈયાર થઈ જાય છે અને એ પ્રતિમા ને સમયાંતરે શણગારી શ્રાવણ વદ દશમ ના દિવસે સાંજે નર્મદા માતા ના પવિત્ર જળ માં પઘરાવી દઈ આ ઉત્સવ ની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.BNI News
  આ ભવ્ય મેળા પાછળ ની લોકવાયકા એવી છે કે ભરૂચ માં વસતા યાદવ વંશ ની પેટા જ્ઞાતિ ના ભોઈ લોકો ના વંશજો તરફ થી આજ થી આશરે ૨૫૦ વર્ષ પહેલા આ મૂર્તિ ની પ્રથમ સ્થાપના કરવામાં આવી હતી સ્થાપના પાછળ નો ઈતિહાસ એવો છે કે છપ્પનિયા દુકાળ પહેલા એક દુકાળ પડ્યો હતો એ એવો સૂકો દુકાળ હતો કે તમામ જીવો પાણી ની બુંદ માટે તરફડી રહ્યા હતા સુખે સાંભરે સોની ને દુઃખે સાંભરે રામ,એ ન્યાયે દુકાળ ગ્રસ્ત વિસ્તાર ના બચવા વરસાદ ના દેવ કે જે ઈન્દ્રદેવ ય મેઘરાજા તરીકે જાણીતા છે તેમજ ખુબખુબ વિનનતા આ દુકાળ ના સમયે આજ ના ભોઈ લોકો ના વંશજો ફુરજા બંદરે વાહનો માંથી માલ ની હેરાફેરી નું કામ કરતા હતા.રાત દિવસ ભોઈ લોકો ભરૂચ માં આવેલ મોટા ભોઈવાડ,નાના ભોઈવાડ અને લાલબજાર માં વધુ પ્રમાણ માં વસતા હતા આથી મોટા ભોઈવાડ માં એમને અષાઢ વદ ચૌદશ ની રાત્રે માટી ની લગભગ સાડા પાંચ ફૂટ ઉંચી મેઘરાજા ની કલ્પિત મૂર્તિ બનાવી અને મેઘરાજા ની પાસે વરસાદ માટે ખુબ વિનંતીઓ કરી ભજન કીર્તનો યોજાયા પણ બધું નિષ્ફળ ગયું આખી રાત ભાવિક ભક્તો ના ભજન ની કોઈ અસર ન થવાથી એ લોકોએ મેઘરાજા ની મૂર્તિ સમક્ષ એવી ગંભીર ચેતવણી ઉચ્ચારી કે ઈન્દ્રદેવ સવાર થતા સુધી માં જો વરસાદ નહિ પડે તો અમે તલવાર થી તારી મૂર્તિ ખંડિત કરી નાંખીશું।આ એક ધમકી ન હતી પણ ભાવિક ભક્તો ની અંતર ની સાચા દિલ ની લોકો માં ભલા માટે ની ભાવના હતી. આવા ભક્તોની ભકિત સામે મેઘરાજા રીઝાયા અને મળશ્કે એવો તો ચમત્કાર થયો કે જોતજોતા માં વાતાવરણ બદલાઈ ગયું.એકાએક વંટોળ આવ્યો ઠંડા પવન ની લહેરો આવવા માંડી આકાશ માં ઘનધોર વડલો છવાઈ ગયા.વીજળી ના ચમકારા અને વાદળ ના ગડગડાટ વચ્ચે મુશળધાર વરસાદ તૂટી પડ્યો.ધરતી માંથી અનેરી માટી ની મહેક આવવા લાગી લોકો ના ભજન કિર્તન માં નવો પ્રાણ પૂરાયો.ભક્તો ની વહારે ભગવાન આવ્યા છે એવું જાણી ભોઈ લોકો એ ભક્તિ ભાવ થી વાતાવરણ એવું તો તરબોળ યાદ માં ભરૂચ માં વસતા ભોઈ સમાજ ના લોકો એ દર વર્ષે મેઘરાજા ની પ્રતિમા ની સ્થાપના કરવાનું નક્કી કર્યું જે આજે પણ નિયમિત પણે ચાલુજ છે.દર વર્ષે આ ભવ્ય અને કદાવર માટી ની મૂર્તિ અષાઢ વદ ચૌદશ ની રાત્રે ભોઈલોકો બનાવે છે પછી તેના પર વિવિધતા લાવવા માટે ખરી અને ચામડીયા સરસ મિશ્રિત દ્રાવણ માં સફેદ કાપડ પલાળી એ મૂર્તિ પર ચોંટાડવામાં આવે છે.જેથી માટી માં ફટ ન પડે તથા રંગકામ થઈ શકે આ કાપડ સુકાયા પછી તેને ઓઈલ પેઈન્ટ થી રંગવામાં આવે છે અને મૂર્તિ ને આકાર,કાળ ,ભાવ વગેરે માં લેશમાત્ર એ દેર પડતો નથી લોકો એમ પૂછે છે કે શું તમે મેઘરાજા ની મૂર્તિ નું બીંધુ તો બનાવ્યું નથી ને મેઘરાજા નો ખરો મેળો શ્રાવણ વદ સાતમ થી વદ દશમ સુધી ખુબ જ ધામધૂમ થી ઉજવવામાં આવે છે દશમ ને દિવસે સાંજે સરઘસ દ્વારા મેઘરાજા ની ભવ્ય પ્રતિમા ને સોનેરી મહેલ લઇ જવામાં આવે છે ત્યાંથી તેને મોટો ભોઇવાડ ,લલ્લુભાઈ ચકલા ,હાજીખાના બજાર ,દાંડિયા બજાર થઇ દશાશ્વમેવ ના પવિત્ર ઓવારે નર્મદા ના જળ માં વિસર્જીત કરી દેવામાં આવે છે. આ વિસર્જન યાત્રા જોવા તથા મેઘરાજા ના દર્શન કરવા રસ્તા ની બંને બાજુ એ લોકો ની ઠઠ જામે છે.આ રસ્તા ઓ પર ના મકાનો પણ લોકો થી ઉભરાય જાય છે ભાવિક ભક્તો માં એવી પ્રચલિત માન્યતા છે કે જો મેઘરાજા ની પ્રતિમા સાથે બાળકો ને ભેટાવવા માં આવે તો બાળકો પણ મેઘરાજા જેવા હુષ્ટપુષ્ટ અને નિરોગી બને છે જ્યાં સુધી લોકો ને ઈશ્વર માં અતૂટ શ્રધ્ધા હશે ત્યાં સુધી મેઘરાજા નો આ ભવ્ય મેળો ભરાતો જ રહેશે.BNI News  
  પરંતુ ભરૂચ જીલ્લા માં તાજેતર માં કોરોના વાયરસ ની ચાલી રહેલી મહામારી ના સમયે ભરૂચ ના ૨૫૦ વર્ષ થી ફુરજા બંદરે થી નીકળતી ભગવાન જગન્નાથ ની રથયાત્રા રદ્દ કરાઈ હતી.ત્યારે હવે મેઘરાજા પણ ૨૫૦ વર્ષ થી ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ છે અને આ પર્વ ભોઈ સમાજ માટે દિવાળી ના તહેવાર કરતા પણ મોટો માનવામાં આવે છે.ત્યારે હાલ ની મહામારી ના કારણે મેઘરાજા નો મેળો યોજાશે કે નહિ તે મૂંઝવણ લોકો અનુભવી રહ્યા છે.ત્યારે જીલ્લા વહીવટી તંત્ર પણ મેઘરાજા ના મેળા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરે તે જરૂરી છે.
  BNI News


  પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવો હવે.
  For more Latest News Download
  BNI NEWS - http://play.google.com/store/apps/details?id=com.queryapps.bninews