માં નર્મદાના ખોળે વસતો વડ એટલે કબીરવડ : પર્યટકોની ચહલપહલથી હર્યોભર્યો રહેનારો કબીરવડ કોરોનાના કારણે સુનોસુનો.

Published on BNI NEWS 2020-07-31 19:48:57

  • 31-07-2020
  • 571 Views

  પર્યટકો કબીરવડની મુલાકત ન લેતા સ્થાનિક રોજગારીના પ્રશ્નો ઉભા થયા.
  કોરોના મહામારીએ અનેક સ્થળે અસર પહોંચાડી છે. હંમેશા પર્યટકોની ચહલપહલથી હર્યોભર્યો રહેનારો કબીરવડ પણ કોરોના ની અસર માંથી બાકાત રહ્યો નથી.કોરોનાને કારણે પર્યટકો કબીરવડની મુલાકત લેતા નથી.જેના કારણે સ્થાનિક રોજગારીના પ્રશ્નો ઉભા થયા છે.
  ભરૂચ જિલ્લાની શાન બનીને ઉભરી આવનારો અને મા નર્મદાના ખોળે વસતો વડ એટલે કબીરવડ. આ વડની વડવાઈઓ એટલી બધી વિસ્તરેલી છે કે, તેનું થડ કલ્પવું મુશ્કેલ બની જાય છે.આ મહાકાય વૃક્ષ પણ કોરોનાની અશરથી બાકાત રહ્યું નથી. એક સમયે પર્યટકો આ વડના દર્શન કરવા માટે તલપાપડ થતા જોવા મળતાં હતાં, જ્યારે હાલ કોરોના મહામારીના કારણે પર્યટકોના ચહલ-પહલથી હર્યો ભર્યો રહેનારો કબીરવડ આજે ખાલીખમ લાગી રહ્યો છે.
  BNI News
  આ વડને જોઈને કવિ નર્મદ પણ ખુદને રોકી શક્યા નહીં અને લખ્યું કે, ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધુમ્મસે પહાડ સરખો. નદી વચ્ચે ઉભો નિર્ભયપણે એક સરખો. દીસ્યો હાર્યો જૉદ્ધો, હરિતપણું હૃદયે ધ્યાન ધરતો.સવારે એકાંતે, કબીરવડ એ શોખ હરતો.
  આમ તો ભરૂચ જીલ્લામાં અનેક નયનરમ્ય પર્યટક સ્થળો આવેલા છે.પરંતુ નર્મદા નદીના કિનારે આવેલા કબીરવડ એટલે કુદરત રચ્યો ભવ્ય મહેલ.આ વડની મુલાકાતે માત્ર ગુજરાત જ નહીં,પરંતુ અનેક રાજ્યોના લોકો અંદાજે ૬૦૦ વર્ષ જૂના આ પ્રાચીન વિશાળ કાય વડના દર્શનાર્થે આવે છે.
  ભરૂચના યાત્રાધામ કબીરવડની યાત્રાકબિર સાહેબના દાતણની એક ચીરી માંથી ઉત્પન્ન થયેલા આ વિશાળ વડના દર્શન કરવા માટે કબીરવડના સામે પારથી નૌકા વિહાર કરીને પણ લોકો આવે છે.નર્મદા નદીની ઉછળતી લહેરો વચ્ચે નૌકા વિહાર કરીને રોમાંચિત થનારા પર્યટકોને વડની શીતળતા આધ્યાત્મિકતા સાથે અનોખા આનંદનો અનુભવ કરાવે છે.
  BNI News
  પરંતુ કોરોના ના કારણે લોકડાઉન શરૂ થયા બાદ સરકારી ગાઈડ લાઈન મુજબ કેટલાક પ્રતિબંધો મુકાયા.જે પછી અહીં પ્રવાસીઓ આવવાના ઓછા થઈ ગયા.હવે તો માંડ એકલદોકલ પ્રવાસી કબીરવડ ની મુલાકાતે આવે છે.તેવો પણ અહીં આવી ને બોટ સહિત ની સુવિધા બંધ હોવાથી ભવ્ય ભૂતકાળ ને વાગોળી અફસોસ વ્યક્ત કરે છે.બીજી બાજુ પ્રવાસીઓ ન આવતા અહીંના ખાણી પીણી ના સ્ટોલ ચલાવી જીવન નિર્વાહ કરતા લોકો ને હાલત કફોડી બની જવા પામી છે.
  કોરોના એ તમામ ક્ષેત્રના ધંધા રોજગાર ને ખૂબ જ ગંભીર અસર કરી છે.ત્યારે ભરૂચના પ્રવાસનધામ  કબીરવડ ને પણ અસર થઈ છે.જે હવે અનલોકના વિવિધ તબક્કા બાદ પુનઃ ધીમે ધીમે ધમધમતું થયા તે માટેના પ્રયાસ કરાઈ તે જરૂરી છે.
  BNI News
  કોરોના મહામારીના કારણે અહીં પર્યટકો આવી શકતા નથી.જેના કારણે સ્થાનિકોની રોજગારી પર પણ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.ખાસ કરીને ઉનાળાના વેકેશનમાં અહીં આવનારા હજારો પર્યટકો આવી શકતા નથી.જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.
  પળે પળના સમાચાર આપના મોબાઈલ પર મેળવો હવે.
  For more Latest News Download
  BNI NEWS - http://play.google.com/store/apps/details?id=com.queryapps.bninews