ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રીજે આજે ૧૩૯ વર્ષ પૂર્ણ કર્યા : ગોલ્ડન બ્રીજ આજે પણ વાહનોનો ભાર વેઠી અડીખમ.

 • ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રીજે આજે ૧૩૯ વર્ષ પૂર્ણ કર્યા : ગોલ્ડન બ્રીજ આજે પણ વાહનોનો ભાર વેઠી અડીખમ.

  • 16-05-2020
  • 772 Views

  ગોલ્ડન બ્રીજની અંદર પ્લેટમાં લગાડવામાં આવેલા બોલ્ટ ભરૂચના વ્યક્તિએ સપ્લાય કર્યા હતા.
  બોલ્ટ સપ્લાય કરનારના વારસદારો પાસે આજેપણ અંગ્રેજોના સમય વખતનો ચેક હોવાની માહિતી સાંપડી : પરિવાર વડોદરામાં સ્થાયી.

  ભરૂચ ના ઐતિહાસિક અને સોના ની લગડી સમાન ગણાતો ૧૩૯ વર્ષ થી અડીખમ ગોલ્ડન બ્રીજ ની વર્ષગાંઠના દિવસે કોરોના વાયરસ ના સંક્રમણ અને લોકડાઉનના કારણે ઉજવણી થી વંચિત રહ્યો છે.ત્યારે અંગ્રેજોના સમય વખતનો આ ગોલ્ડન બ્રીજ આજે પણ વાહનો નો ભાર વેઠી અડીખમ રહેતા ભરૂચવાસીઓ માટે આશીર્વાદરૂપ સમાન બન્યો છે.
  બ્રિટિશરોએ બાંધેલ ગોલ્ડન બ્રીજે ૧૬મી મે ના રોજ ૧૪૨ વર્ષ પૂર્ણ કર્યા છે.આ પુલ ૭ ડિસેમ્બર ૧૮૭૭ થી રોજ સરજોન હોક્શોની રૂપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને ૧૬મી મે ૧૮૮૧ ને દિવસે તે બનીને સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો.આ બ્રીજ બનાવવાનો કુલ ખર્ચ રૂ. ૪૫,૬૫,૦૦૦ થયેલો.આ બ્રીજ માં રીવેટેડ જોઈન્ટસ નો ઉપયોગ થયેલો છે.તેને નર્મદા પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે.એ જમણામાં આ બ્રીજ માત્ર રેલ્વે ની અવરજવર માટે બનાવવામાં આવ્યો હતો.ઈ.સ ૧૮૬૦માં રેલના પાટા નાખવાનું કાર્ય શરૂ થયેલું તેની સાથેસાથે આ બ્રીજ બાંધવાની યોજના પણ શરૂ થઈ હતી.
  સને ૧૮૬૩ માં નર્મદામાં આવેલ ભયંકર પૂર થી પુલના ૬ ગાળા ખેંચાઈ ગયા હતા.ફરી થી બનાવેલા આ ગાળાઓ માંથી ચાર જ વર્ષ પછી ૧૮૬૮ના ઓગસ્ટ મહિનામાં પુનઃ ભયંકર પૂર આવવા થી ચાર ગાળાઓને નુકશાન થયું.આથી આ પુલની સાથે બીજો એક પુલ બાંધવામાં આવ્યો.તેનું બાંધકામ ૧૮૭૧ માં પૂર્ણ થયું.
  ૧૮૬૦ થી ૧૮૭૧ સુધીમાં આ પુલ પાછળ રૂ. ૪૬,૯૩,૩૦૦નો ખર્ચ થયો.આ પુલ ૧૮૬૬ સુધી ટક્યો.એ વર્ષમાં સપ્ટેમ્બર માં વળી પાછી ભારે રેલ આવવાથી પુલના ૨૬ ગાળાને નુકશાન પહોંચ્યું હતું.વ્યવહાર ચાલુ રાખવા માટે બીજો કમચલાઉ પુલ રૂપિયા એક લાખ પચાસ હજારના ખર્ચે બાંધવામાં આવ્યો.૧૮૭૭ ના ડિસેમ્બર ની ૭મી તારીખથી બીજો પુલ બાંધવાનો પ્રારંભ કરાયો.૧૮૮૧ ના ૧૬ મી એ બંધાઈ રહ્યો.એની પાછળ આશરે રૂ.૩ કરોડ ૭ લાખને ૫૦ હજારનો ખર્ચ થયો.
  આ પુલ ૧૮૬૦ની સાલમાં બંધાવા માંડ્યો તે ૧૮૭૭ સુધીમાં અને ત્યાર બાદ મજબૂત પુલ બંધાયો તે સહિત આ પુલ પાછળ આશરે રૂ.૮૫,૯૩,૪૦૦ નો ખર્ચ થયો હતો.જૂનો પુલ સ્થિર કરવા પાછળ એ જમાનામાં જે ખર્ચ થતો રહ્યો તે સોનાનો પુલ બાંધ્યો હોય ને થયો એટલો બધો ખર્ચ આની પાછળ સરકાર અને રેલ્વેને થયેલ હોવાથી આ પુલ "સોનાનો બ્રીજ " તરીકે ઓળખાય છે.