ફોટો સ્ટોરી : ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સારવાર અર્થે જતા ગરીબ દર્દીઓની હાલત ભરઉનાળે કફોડી.

  • ફોટો સ્ટોરી : ભરૂચ સિવિલ હોસ્પીટલ માં સારવાર અર્થે જતા ગરીબ દર્દીઓની હાલત ભરઉનાળે કફોડી.

    • 08-05-2020
    • 275 Views

    હાલ ભરૂચ જીલ્લા માં ત્રીજા તબક્કા નું લોકડાઉન ચાલી રહ્યું છે અને તેમાં ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે ટીબી સહીત ના ગંભીર રોગ ના દર્દીઓ ને સારવાર માટે લઈ જવા માટે પણ ગરીબ અને મધ્યમવર્ગીય લોકો ની હાલત કફોડી બની છે.ત્યારે એક પુરુષ એક મહિલા ને પોતાની ગોદ માં ઊંચકી આકળા તાપ વચ્ચે જાહેરમાર્ગ ઉપર થી પસાર થતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.
    ભરૂચ જીલ્લા માં ત્રીજા તબક્કા ના લોકડાઉન વચ્ચે ભરૂચ ના બજારો ધમધમતા થયા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પીટલ માં ટીબી તેવા ગંભીર રોગ થી પીડાતા ગરીબ દર્દીઓ રૂપિયા વિના રીક્ષા નું ભાડું ન ખર્ચી શકતા હોય ત્યારે એક ટીબી ની બીમારી થી પીડાતી મહિલા ને સારવાર માટે ભરૂચ સીવીલ હોસ્પિટલ માં ઊંચકી ને લાવ્યો હતો અને પરત ઊંચકી ને જાહેર માર્ગ ઉપર થી ધમધોકતા તાપમાં નીકળતા સૌ કોઈ ચિંતિત બન્યા હતા.ત્યારે મહિલા ને ઊંચકી ને તાપ માં સ્ટેશન ઉપર થી પસાર થતા કેટલાક લોકો એ તેઓ ને રીક્ષા માં બેસાડી ભાડું ચુકવવાની તૈયારી બતાવી હતી.પરંતુ રિક્ષાચાલકે ભાડું લીધા વિના ઘરે પહોંચાડવાની કામગીરી કરતા હજુ પણ લોકો માં માનવતા છે.પરંતુ તંત્ર માં માનવતા મરી પરવારી હોય તેવું આ તસ્વીર ઉપર થી સાબિત થઈ રહ્યું છે.ત્યારે આપણું ભરૂચ આજે ગરીબી થી પીડાઈ રહ્યું છે.