રાજપીપળા સરકારી આયુર્વેદિક ફાર્મસી મા દરિયાઈ શંખ માંથી આયુર્વેદિક શંખપાવડર ભસ્મ દવાનું ઉત્પાદન.

 • રાજપીપળા સરકારી આયુર્વેદિક ફાર્મસી મા દરિયાઈ શંખ માંથી આયુર્વેદિક શંખપાવડર ભસ્મ દવાનું ઉત્પાદન.

  • 24-01-2020
  • 540 Views

  (પ્રતિનિધિ : જ્યોતિ જગતાપ,રાજપીપળા)

  આ ભસ્મ હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ પૂરી પાડતી ઔષધી. 

  ગુજરાતની તમામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને સરકારી દવાખાનાઓમાં પહોંચતી કરાશે.

  ૫૦૦ કિલો દવા નો ઉત્પાદન. 

  રાજપીપલા વડીયાપેલેસ માં આવેલી સરકારી આયુર્વેદિક ફાર્મસી મા દરિયાઈ શંખ માંથી આયુર્વેદિક શંખ પાવડર ભસ્મ દવાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.જે ખાસ કરીને હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ પૂરી પાડતી ઉસેડી માટે વપરાતી દવા ની આજકાલ ભારે માંગ છે.ખાસ કરીને દર્દીઓના હાડકાં નબળાં હોય ત્યારે ડોક્ટરો કેલ્શિયમ ની દવા આપતા હોય છે.આયુર્વેદમાં આ કેલ્શિયમ ની દવા દરિયાઈ શંખ માંથી બને છે.શંખ નો ભૂકો કરી તેનો પાવડર બનાવાય છે.ત્યાર બાદ તેની લુગદી બનાવી તેને તડકે સૂકવી બાદમાં ઓવનમાં સુકવી તેમાંથી ભસ્મમ તૈયાર કરવામાં આવે છે.જેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી હાડકાની મજબૂતી માટે તેનો આયુર્વેદમાં દવા તરીકે તેનો ઉપયોગ થાય છે.

  હાલ રાજપીપળાની આવેલી સરકારી આયુર્વેદિક ફાર્મસી મા દવાનું ઉત્પાદન મોટા પાયા પર થઈ રહ્યું છે જેમાં પ્રથમ બેચમાં ૫૦૦ કિલો ઉત્પાદન થઈ રહ્યું છે. આ દવાને ગુજરાતની તમામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને સરકારી દવાખાનામાં પહોંચતા કરાશે,  અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા આયુર્વેદિક ફાર્મસી મા મોટાભાગની આયુર્વેદિક વનસ્પતિઓ નું વાવેતર કરવામાં આવ્યું છે.જેમાંથી ગુજરાતની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને સરકારી દવાખાનાઓમાં આયુર્વેદિક ઔષધિઓ ની જરૂરિયાત પ્રમાણે અત્રેની ફાર્મસીમાં દવાઓનું ઉત્પાદન થાય છે.