શુ ગાંધીજીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો ?

Published on BNI NEWS 2020-01-17 15:17:59

  • 17-01-2020
  • 1327 Views

  ગુજરાતમાં 9મા ધોરણના ઈંટરંલ પરીક્ષામાં પૂછવામાં આવેલ એક પ્રશ્નને લઈને હોબાળો મચ્યો છે. 
  ઉલ્લેખનીય છેકે મહાત્મા ગાંધી દ્વારા આત્મહત્યાના પ્રયાસ સાથે જોડાયેલ ઘટ્ના પર પૂછવામાં આવેલ સવાલ ખોટો નથી પણ તેને ખોટા અનુવાદ અને મહત્મા ગાંધીના જીવનની આ ઘટનાની આ માહિતી ન હોવાને કારણે ભ્રમ ઉભો થઈ ગયો.
  સવાલ ગુજરાતી ભાષામાં કંઈક આ રીતે પૂછવામાં આવ્યો હતો - મહાત્મા ગાંધીએ આત્મહત્યા માટે શુ કર્યુ ? જ્યારે કે કેટલાક સમાચારમાં તેનુ અનુવાદ આ રીતે કરવામાં આવ્યુ - મહાત્મા ગાંધીએ આત્મહત્યા કેવી રીતે કરી ?

  વિવાદની વાત જવા દો. ગાંધીજીના બાળપણની આ ઘટના વિશે જાણીએ કે તેમણે આત્મહત્યાની કોશિશ કેમ કરી. આવો આ ઘટના વિશે તમને વિસ્તારપૂર્વક બતાવીએ..

  બીડી પીવાનીએ લત
  - તેમણે પોતાની આત્મકથા સત્યના પ્રયોગમાં બાળપણની આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યુ છે કે પોતાના એક સંબંધી સાથે તેમને બાળપણમાં બીડી પીવાની લત પડી ગઈ હતી. બાળપણમાં તેમની પાસે એટલા પૈસા નહોતા કે બીડી ખરીદીને પી શકે. તેમના ચાચા બીડી પીતા હતા. તેઓ બીડી પી ને ઠુઠો ફેંકી દેતા હતા.
  જેને ઉઠાવીને ગાંધીજી અને તેમના સંબંધીએ બીડી પીવી શરૂ કરી. પણ આ ઠંઠુ દરેક સમયે મળતુ નહોતુ અને તેમાથી ધુમાડો પણ નહોતો નીકળતો. ત્યારબાદ તેમણે નોકરના ખિસ્સામાંથી પૈસાને ચોરી કરવી શરૂ કરી.

  તેથી કર્યો આત્મહત્યાનો નિર્ણય

  બીડી પીવાની લત પડ્યા પછી તેમને લાગ્યુ કે દરેક કામ તેમના વડીલોને પૂછીને જ કરવુ પડે છે. પોતાની મરજીથી કશુ પણ નથી કરી શકતા. તેઓ ઉબાય ગયા અને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. હવે સવાલ એ હતો કે આત્મહત્યા કેવી રીતે કરવી એ માટે તેમને ઘતુરાના બીજને પસંદ કર્યા.

  ગાંધીજીએ પોતે આ ઘટના વિશે લખ્યુ છે, 'અમારી પરાધીનતા અમને ખૂંચવા માંડી. અમને દુખ એ વાતનુ હતુ કે મોટાની આજ્ઞા વગર અમે કશુ કરી શકતા નહોતા.
  અમે ઉબાય ગયા અને અમે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. અમે સાંભળ્યુ હતુ કે ઘતુરાના બીજ ખાવાથી મૃત્યુ થાય છે. અમે જંગલમાં જઈને બીજ લઈ આવ્યા. સાંજનો સમય નક્કી કર્યો. કેદારનાથજીના મંદિરની દીપમાલામાં ઘી ચઢાવ્યુ. દર્શન કર્યા અને એકાંત શોધી લીધુ પણ ઝેર ખાવાની હિમંત ન થઈ.
  જો તરત જ મૃત્યુ ન થયુ તો શુ થશે ? મરવાથી ફાયદો શુ ? કેમ ન પરાધીનતા જ સ્વીકારી લેવામાં આવે ? છતા પણ બે ચાર બીજ ખાધા. વધુ ખાવાની હિમંત ન થઈ. બંને મોતથી ગભરાય ગયા અને નિર્ણય કર્યો કે રામજીના મંદિરમાં જઈને દર્શન કરીને શાંત થઈ જઈએ અને આત્મહત્યાની વાત ભૂલી જઈએ.