લગ્નમાં ખુશ ના હોવા છતાં નથી લેતા ડિવોર્સ!

Published on BNI NEWS 2019-12-29 13:46:19

  • 29-12-2019
  • 1152 Views

  તમે એવા કેટલાય લોકોને જોયા હશે તેના લગ્નજીવનમાં ખુશ ના હોવા છતાં વર્ષોના વર્ષો એકબીજાની સાથે રહે છે. તમને ભલે આ વાત સમજમાં ન આવતી હોય થયેલા રિસર્ચ પરથી છતાં કેમ એકબીજાથી અલગ નથી થતા પતિ પત્ની?

  પર્સનાલિટી અને સોશિયલ સાયકોલૉજીની જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપરમાં કહેવાયું છે કે પાર્ટનરની ઈચ્છા મુજબ રોમેન્ટિક ના હોવા છતાં સંબંધોમાં બંધાયેલા રહે છે કારણ કે એમને એવું લાગે છે કે આટલી નાની વાત માટે રિલેશન તોડવા યોગ્ય નથી.

  નાખુશ હોવા છતાં સંબંધ ન થવાનું એક કારણ એ પણ છે કે એક પાર્ટનર બીજા પાર્ટનરના પર વધારે પડતો નિર્ભર હોય. એથી જ પાર્ટનર સંબંધોને તોડવાનું પસંદ નથી કરતો.

  જાણકારોનું કહેવું છે કે દંપતી કે લવર્સ માટે એકબીજાને છોડવાનો નિર્ણય કરવાનું આટલું સરળ નથી. તેમાં જો એક પાર્ટનર રિલેશનશિપ ખુશ હોય તો બીજા માટે તેને છોડી દેવાનું અઘરું થઈ જાય છે.