4 કારણો, જેના લીધે લોકો અનિચ્છાએ કરે છે લગ્ન

Published on BNI NEWS 2019-12-29 13:44:31

  • 29-12-2019
  • 1259 Views

  સાયન્સ ક્યાંનું ક્યાં પહોંચી ગયું... સ્ત્રી હોય કે પુરુષ, બંને ઘર-પરિવારના નિર્ણય હોય કે કારકિર્દીને લગતા નિર્ણય...એકલાહાથે લેતાં છે પરંતુ જ્યારે લગ્નની વાત આવે ત્યારે કોઈ જાતે નિર્ણય નથી કરતું. ઘરના વડીલોને, મિત્રોને કે પછી સ્નેહીઓને પૂછીને જ પાત્ર પસંદગી કરે છે. ખરેખર તો જ્યારે તમે કોઇને મળો અને તમને એવું લાગે કે આની સાથે આખું જીવનવીતાવી શકાય ત્યારે જ લગ્ન કરવા જોઈએ પરંતુ ઘણાં યંગસ્ટર્સ એટલે લગ્ન કરે છે કારણકે તેમના માતા-પિતા અથવા  સમાજ એમને આવું કરવાનું કહે છે. આવા સંજોગોમાં લગ્ન પછી ઘણી વાર એવું લાગે છે જાણે બંને વિવશ થઈને એકબીજાની સાથે રહેતા હોય. આજે અહીં એવા જ કેટલાક કારણોની વાત કરીશું કે જે અનિચ્છાએ લગ્ન કરવા આ માટેનું કારણ હોય....

  1. તમે ઘરમાં સૌથી મોટા સંતાન છો

  લગ્નને લઈને સૌથી વધારે તકલીફ ઘરના મોટા સંતાનને જ થાય છે. માતા-પિતા વિચારે છે કે  મોટા દીકરા કે દીકરીના લગ્ન નક્કી ના થયા અને જો નાના સંતાનના થઈ ગયા તો સમાજ શું કહેશે? તેથી કંઈ વધારે વિચાર્યા વિના યોગ્ય પાત્ર મળે એટલે સંતાનને પરણાવી દે છે.

  2. પ્રેમપ્રકરણમાં નિષ્ફળ નિવડેલા યંગસ્ટર્સ પણ ફરી વાર દગો ના મળે તે માટે પેરેન્ટ્સ જ્યાં કહે ત્યાં લગ્ન કરી લે છે.

  3. કેટલાક લોકો તો માત્ર એટલા માટે લગ્ન કરી લે છે કારણ કે એમના બધા જ મિત્રો ના લગ્ન થઈ ગયા છે. જો તમે પણ આવું વિચારીને લગ્ન કરતા હો તો નિર્ણય તા પહેલા ફરી એકવાર વિચારી લો.

  4. તમે નહીં માનો પણ હવે એ ઘણી છોકરીઓ માત્ર એટલા ખાતર લગ્ન કરે છે કે ભવિષ્યમાં આર્થિક સંકડામણ ના પડે. તે એવા જ યુવકોને પસંદ કરે છે જે એમનું ભવિષ્ય સુરક્ષિત રાખી શકે ભલેને એ છોકરાને એ પ્રેમ કરતી હોય કે ના કરતી હોય. તો વળી કેટલાક લોકો એટલા માટે લગ્ન કરે છે કારણ કે લગ્ન કરવા એ એક પરંપરા છે.

  ખરેખર તો લગ્નને પ્રશ્ન છે. તેથી લોકો શું કહેશે, સમાજ શું કહેશે વાહ સામાજિક કારણોને લીધે લગ્ન કરતાં પહેલાં ખરેખર તમારું મન શું કહે છે તે જાણવું જરૂરી છે. સમજી-વિચારીને નિર્ણય કરશો તો તમારું લગ્ન જીવન હંમેશા સુખી રહેશે.