“પુસ્તકાલય ઊભું કરજો,વખાર નહીં. એને પુસ્તકાલય જ રાખજો વખાર ન બનવા દેતા”

Published on BNI NEWS 2022-05-27 13:47:15

  • 27-05-2022
  • 1147 Views

  આ શબ્દો જાણીતા લેખક અને તત્વ ચિંતકના છે જે તેમણે મોબાઈલ ફોન સંદેશ દ્વારા ભરુચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના લોકાર્પણ પ્રસંગે કહ્યા હતા.જાણીતા લેખક તુષાર શુકલાજીએ મોબાઈલ ફોન પર જાણીતા કતાર લેખક અને તત્વ ચિંતક ગુણવંત શાહ સાહેબનો લાઈવ સંદેશો સંભળાવ્યો હતો.તેઓએ પુસ્તકાલયના સ્થાપક શ્રી ગૌતમભાઈ કાંતિલાલ ચોક્સીજીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “પુસ્તકાલય ઊભું કરજો,વખાર નહીં. એને પુસ્તકાલય જ રાખજો વખાર ન બનવા દેતા” તેમનો ઈશારો એ તરફ હતો કે ભલે ઓછા પુસ્તકો હશે તો ચાલશે પણ એવા રાખજો જે સમાજને સારા શિક્ષકની ગરજ પૂરી પડે અને ઉપયોગી થઈ પડે.નહિ તો ઘણા શું કરે છે કે આખી લાયબ્રેરી પુસ્તકોથી છલ્લોછ્લ ભરી દેતા હોય છે જેમાંથી જૂજ જ કામના હોય છે.બાકી બધા જ નકામા હોય છે. અને જ્યાં નકામી વસ્તુઓનો ભરાવો થતો હોય તેને વખાર કે બારદાનનું ગોદામ કહેવામાં આવે છે.
  ગુણવંત શાહ સાહબે કહેલી એ વાતને આ પુસ્તકાલયે સાર્થક કરી બતાવી છે અને ઉત્તમમાં ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ એ પણ શબરીના બોરની જેમ ચાખી ચાખીને સંગ્રહ કર્યો છે.આ ભવ્ય પુસ્તકાલયે ૨૮-૦૫-૨૦૨૨ ના રોજ તેના સ્થાપનાના ૧૪ વર્ષ પૂર્ણ કર્યા છે અને ૧૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.
  સમાજનું છે અને સમાજને પાછું આપી રહ્યો છું.
  આ શબ્દો આજથી ૧૪ વર્ષ પહેલા ભરૂચનું ભવ્ય જ્ઞાન કેન્દ્ર સમું પુસ્તકાલય એટ્લે કે.જે ચોકસી પબ્લિક લાયબ્રેરીના સ્થાપક ગૌતમભાઈ કાંતિલાલ ચોક્સી સાહેબે પુસ્તકાલયના લોકાર્પણ સમયે કહેલાં.જેની સ્થાપના વર્ષ ૨૮-૦૫-૨૦૦૮ થઈ હતી.તે ભવ્ય પુસ્તકાલય કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરી એના ૧૫ માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે જે કે જે ચોકસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે.
  આ પુસ્તકાલય ભરૂચની અસ્મિતામાં એક યશ કલગી સમાન છે.
  આ ભવ્ય પુસ્તકાલયનો જન્મ તો ક્યારનો થઈ ગયો હતો પણ એને અમલમાં મૂકવામાં આવ્યો વર્ષ ૨૦૦૮ ની ૨૮ મી મેના રોજ એ માટે ભરૂચની સમસ્ત જનતા શ્રી ગૌતમભાઈ ચોક્સી સાહેબના પાવન અને જ્ઞાન સંવર્ધક વિચારની ઋણી છે અને રહેશે.શરૂઆત ભલે ધીમી રહી પણ આજે આ પુસ્તકાલય ઘણા બધા વિધાર્થીઓની વાંચનભૂખ સંતોષે છે તથા તેઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉત્તમ થી સર્વોત્ત્મ સુવિધાજનક વાતાવરણ પૂરું પાડે છે.
  ધીમે ધીમે પ્રકાશ ફેલાવતી આ જ્ઞાનની જ્યોત સમું પુસ્તકલય ભવ્ય વાતનુકૂલિત ખંડ સાથે ૧૪ વર્ષ પૂર્ણ કરી તેના ૧૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.
  આ પુસ્તકાલય તરફથી એના વાચકો માટે કોરોનાકાળ દરમ્યાન ખાસ વાચકોની કાળજી હેતુ અને તેઓને તેમનું વાંચન મળી રહે તે વાતને ધ્યાનમાં રાખી સરકારના ધારાધોરણ મુજબ પુસ્તક આપલે વિભાગ ચાલુ રાખી જ્ઞાન પિપાસુઓની તરસ છિપાવવામાં આવી છે. અને કોવિડ સેન્ટરમાં સારવાર લેતા દર્દીઓ માટે પ્રેરણાત્મક વાંચન પૂરું પાડવામાં આવ્યું છે.  
  ૫૦૦૦ થી વધુ પુસ્તકોનો અણમોલ સંગ્રહ ધરાવતું આ પુસ્તકાલયમાં કુલ ૨૦૦૦ થી વધુ મેમ્બરોએ મેમ્બરશીપ લીધી છે.જેમાંથી ૧૨૦૦ થી વધુ મેમ્બર એક્ટિવ છે જે ગર્વની વાત છે.
  ગુજરાતી,હિન્દી , મરાઠી અને અંગ્રેજી એમ કુલ ચાર ભાષાના પુસ્તકો અહી ઉપલબ્ધ છે.
  તમને સૌને જાણ કે આ કે જે ચોક્સી પબ્લિક લાયબેરી ભરૂચના રહેવાશી ગૌતમભાઈ કાંતિલાલ ચોક્સી કે જેઓએ તેમના પિતાની યાદમાં અને તેમના સ્મર્ણાર્થે ખાસ ભરૂચની સાહિત્ય પ્રેમી જનતા માટે બનાવ્યું છે.શહેરની મધ્યમાં આવેલ આ ભવ્ય પુસ્તકાલય જોતા જ તમને કોઈ કોર્પોરેટ એમ્પાયરની યાદ આવી જાય એવું એનું સુંદર બાંધકામ ધરાવતા આ પુસ્તકાલયમાં રોજના 200થી વધારે વાચકો આવે છે અને પોતાની જ્ઞાનની તરસ છીપવે છે.
  સૂર્ય ઉર્જાથી કાર્યરત આ ભવ્ય પુસ્તકાલય પર્યાવરણને બચાવવામાં પીએન તેનું યોગદાન આપી રહ્યું છે. પુસ્તકાલયની ફરતે છાંયડો આપતા ઊચા વૃક્ષો પુસ્તકાલયની શોભા વધારે છે. પુસ્તકાલયના   સ્થાપક અને ટ્રસ્ટીશ્રી ગૌતમભાઈ કાન્તિલાલ ચોક્સીએ એમના પિતાની સ્મૃતિમાં આ પુસ્તકાલયને જાહેર જનતા માટે વર્ષ ૨૦૦૮માં ખુલ્લું મુક્યું ત્યારે તેઓએ ખૂબ સરસ વાત ખી હતી કે “સમાજનું છે અને સમાજને પાછુ આપવા આવ્યો છું” માટે ભરૂચની સાહિત્યપ્રેમી જનતા આ પુસ્તકાલયનો ભરપુર લાભ ઉઠાવે એવી અરજ છે.
  આ પુસ્તકાલયમાં ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે વાતાનુકુલિત વાચન રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અહિયાં બેસી વાચન કરી ૧૩૫ થી વધારે વિધાર્થીઓએ સરકારી નોકરી તથા ખાતાકીય પરીક્ષાઓ પાસ કરીએ છે.ઈન્ટરનેટના યુગમાં વિધાર્થીઓને ફ્રી વાઈફાઈની સુવિધા પણ આપે છે.અહી સલામતીના નિયમોનું પાલન ચુસ્તપણે કરવામાં આવે છે. અગ્નિશામક સાધનોથી સજ્જ વાતાનુકૂલિત વાંચન ખંડ માં સોશ્યલ ડિસ્ટન્સિંગ ધારવતા ક્યુબીકલ પાર્ટીશન વાળા વાંચનખંડમાં વિધ્યાર્થીઓ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ અનુભવે છે.પુસ્તકાલયો એ જે ગામ શહેરની ખરી સાંસ્કૃતિક ઓળખ કરાવે છે. જે ગામ , તાલુકા કે શહેરમાં એક પણ પુસ્તકાલય નથી ત્યાંના લોકો ગમે તેટલા માલદાર હશે પણ જ્ઞાનનો ખજાનો ધરાવતું નથી એથી એ ગરીબ જ છે.જ્ઞાન જ તમને તમારી મંઝીલ સુધી લઇ જાય છે. અને આ મંઝીલ સુધી પહોચવા માટેનો ખરો પ્રકાશ એ પુસ્તકો છે અને એ પુસ્તકો તમને પુસ્તકાલય આપે છે. આથી પુસ્તકાલયો એ જ્ઞાનનું ઉદગમ સ્થાન પણ કહી શકાય.
  તમે ભરૂચ વિષે પેલી એક જૂની કહેવત સાંભળી જ હશે “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ”નું ભવ્ય પુસ્તકાલય એટલે કે જે ચોકસી આળી લાયબ્રેરી,ભરૂચ.